Charotar Sandesh
ઈન્ડિયા

બીજા દેશોમાં ‘પાણીના ભાવે’ વેચાતી કોવિશીલ્ડ રસી ભારતમાં જ સૌથી મોંઘી કેમ..?

ન્યુ દિલ્હી : મે, થી ખાનગી હોસ્પિટલોને કોવિશીલ્ડ રસી ૬૦૦ રૂપિયામાં અપાશે. ૬૦૦ રૂપિયા એટલે કે લગભગ આઠ ડોલર. આમ આ રસીના આખી દુનિયામાં સૌથી વધુ ભાવ છે. બ્રિટનમાં આ ત્રણ ડોલર અને અમેરિકામાં ચાર ડોલરમાં વેચાય છે. ભારત બાદ આ સાઉદી અરબર અને દક્ષિણ આફ્રિકામાં સવા પાંચ ડોલરમાં વેચાય છે. યુરોપિયન યુનિયનના કેટલાંક દેશોને તો આ માત્ર ૨.૧૫ ડોલરમાં વેચાય રહી છે.
સૌથી અચરજ પમાડનારી વાત એ છે કે રસી બનાવનાર કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના માલિક અદાર પૂનાવાલાએ એકવખત કહ્યું હતું કે પ્રોફિટ તો તેઓ ૧૫૦ રૂપિયાના ભાવ પર પણ કમાઇ રહ્યા છે. તમે જાણો છો કે સીરમ ઇન્સ્ટિટ્યુટ આ વેકસીનને બનાવાનું કામ કરે છે. તેને વિકસિત તો ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાએ કર્યું છે.
રસી બનાવનારી સૌથી મોટી કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)એ કહ્યું છે કે કોરોનાની રસી કોવિશીલ્ડની કિંમત રાજ્ય સરકારો માટે ૪૦૦ રૂપિયા અને ખાનગી હોસ્પિટલો માટે ૬૦૦ રૂપિયા પ્રતિ ડોઝ રહેશે.
કંપનીના CEO એ કહ્યું કે ૧૫૦ રૂપિયા પ્રતિ ડોઝની વ્યવસ્થા સમાપ્ત થવા પર કેન્દ્ર સરકારને પણ એક ડોઝ ૪૦૦ રુપિયામાં મળશે. રસીનું પહેલું શિપમેન્ટ ગયા બાદ પુનાવાલાએ કહ્યું કે અમે ફક્ત ભારત સરકારના જ ૧૦૦ મિલિયન ડોઝ માટે ૨૦૦ રૂપિયામાં આપ્યા બાદ અમે બજારમાં ભાવ ૧૦૦૦ રૂપિયા કરી દઇશું. પરંતુ SII દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમત કોઈ પણ વૈશ્વિક બજારની સરખામણીએ વધુ છે.
જો રાજ્ય એ નિર્ણય કરશે કે તે ડોઝનો ખર્ચ તે નહીં ચૂકવી શકે તો સરકારી હોસ્પિટલોમાં રસી લગાવનારા ભારતીયોને પોતાના ખિસ્સામાંથી પ્રતિ ડોઝ ૪૦૦ રૂપિયા(૫.૩૦ ડોલરથી વધુ) ચૂકવવા પડશે. આ કિંમત તેનાથી વધારે છે જે કિંમત પર અમેરિકા, બ્રિટન અને યુરોપીય સંઘ જેવા દેશોમાં સરકારો સીધી એસ્ટ્રાઝેનેકા પાસેથી રસી ખરીદી રહી છે.
SIIથી રસીની આપૂર્તિ માટે બાંગ્લાદેશ, સાઉદી અરબ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો દ્વારા નક્કી મૂલ્યોથી વધારે છે. જેમાંથી મોટા ભાગના દેશોમાં રસીના ડોઝ ફ્રી કરી દેવામાં આવ્યા છે. સ્વિડિશ- બ્રિટન ડ્રગ્સ નિર્માતા પાસેથી લાઈસન્સ હેઠળ SII એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ દ્વારા વિકસિત રસીનું નિર્માણ કરી રહ્યા છે અને ભારતમાં રસીનું ટ્રાયલ પણ કર્યુ છે.
કોવિશીલ્ડના એક ડોઝની કિંમતની વાત કરીએ તો ૨૭ દેશોના સમૂહ યુરોપીય યુનિયન આ રસીના એક ડોઝ માટે ૨.૧૫થી ૩.૫૦ ડોલર (૧૬૧.૭૨૩ રૂપિયાથા ૨૬૩.૨૭ રુપિયાની વચ્ચે) ભરવાના રહેશે. યુરોપીય સંઘએ ૪૦૦ મિલિયન ડોઝના બદલે ઓગસ્ટ ૨૦૨૦માં એસ્ટ્રાજેનેકામાં ૩૯૯ મિલિયન રોકાણ કર્યુ હતુ. બ્રિટિશ મેડિકલ જર્નલ દ્વારા સંકલિત આંકડા અનુસાર લગભ ૩ ડોલર(૨૨૫.૬૬ રૂપિયા) પ્રતિ ડોઝ ચૂકવવાના રહેશે અને અમેરિકાએ ૪ ડોલર( ૩૦૦.૮૮ રૂપિયા) પ્રતિ ડોઝ ચૂકવવાના રહેશે. યુએસ અને યુકે બન્ને સીધા એસ્ટ્રાજેનેકાને પેમેન્ટ કરી રહ્યા છે.

Related posts

રિલાયન્સ જિયો ૫-G સર્વિસ લૉન્ચ કરશે : મુકેશ અંબાણીની જાહેરાત…

Charotar Sandesh

અમેરિકાની કંપની સિલ્વર લેકે જિયોમાં ૧ ટકા હિસ્સેદારી ખરીદી…

Charotar Sandesh

‘ફાની’ વાવાઝોડાની ટેક્સટાઇલ્સ ઉદ્યોગ પર માઠી અસર, કરોડોનું નુકસાન

Charotar Sandesh