Charotar Sandesh
વર્લ્ડ

બીજી કોરોના વાયરસની રસી EpiVacCorona બનાવવામાં રશિયા સફળ…

મોસ્કો : રશિયા એ કહ્યું છે કે તે બીજી કોરોના વાયરસની રસી બનાવવામાં સફળ રહ્યું છે. આ રસીની કોઈ જ આડઅસર નહીં થાય જે પહેલી રસીમાં હતી. અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને Sputnik V નામથી કોરોના વાયરસ રસી બનાવ્યાની જાહેરાત કરી હતી. જો કે આ રસીની કેટલીક આડઅસરો માટે રશિયાની આકરી ટીકા કરવામાં આવી હતી. રશિયાએ આ નવી રસીનું નામ EpiVacCorona રાખ્યું છે અને તેને લઇને પણ શંકાના વાદળો ઘેરાઇ શકે છે. અગાઉ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું હતું કે કોઈ પણ કોરોના વાયરસની રસી ૨૦૨૧ પહેલા નહીં આવે. રશિયા સાઇબિરીયામાં સોવિયત યુનિયનના એક ભૂતપૂર્વ ટોપ સિક્રેટ બાયોલોજિકલ હથિયારોના પ્લાન્ટમાં EpiVacCorona રસીનું ઉત્પાદન કરી રહ્યું છે.
વૈજ્ઞનિકોએ કહ્યું કે આ નવી રશિયન કોરોના વાયરસ રસીનું ક્લિનિકલ ટ્રાયલ સપ્ટેમ્બરમાં પૂરું થઇ ગયું પરંતુ ૫૭ લોકોને જેમને આ રસી આપવામાં આવી હતી તેમને આડઅસર થઈ નથી. તેમણે કહ્યું કે બધા વોલેન્ટિયર ખૂબ સારું મહેસૂસ કરે છે. આ લોકોને ૨૩ દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા જેથી તેમનું પરીક્ષણ થઈ શકે. ન્યૂઝ એજન્સી ઇન્ટરફેક્સે અહેવાલ આપ્યો છે કે બધા વોલેન્ટિયર સ્વસ્થ છે. હજી સુધી કોઈ આડઅસર જોવા મળી નથી. વોલેન્ટિયર્સને ૧૪ થી ૨૧ દિવસની અંદર બે વાર આ નવી રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. રશિયાને આશા છે કે તે ઓક્ટોબર સુધીમાં રજીસ્ટર્ડ કરાવી શકે છે અને નવેમ્બરમાં તેનું ઉત્પાદન શરૂ થશે. આ રસી વાઇરોલોજી અને બાયોટેકનોલોજીના વેક્ટર સ્ટેટ રિસર્ચ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ લેબોરેટરી વિશ્વની બે જગ્યાઓમાં સામેલ છે
જ્યાં શીતળાના વાયરસને રાખવાની મંજૂરી છે. બીજી જગ્યા અમેરિકામાં છે. આપને જણાવી દઈએ કે રશિયા દ્વારા કોરોના રસી બનાવવાનો દાવો કર્યા બાદથી વિવાદ પણ શરૂ થયો છે. અમેરિકાથી જર્મની સુધી મોસ્કોની રસી સ્પુતનિક-વી શંકાસ્પદ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ પણ રશિયા પાસેથી ઘણા પુરાવા માંગ્યા છે. બીજીબાજુ ઘણા નિષ્ણાતો ઉતાવળમાં રસીની સલામતી અને અસરકારકતા વિશે પણ પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. નિષ્ણાંતોના મતે, ત્રીજા તબક્કાના ડેટાની ચર્ચા ન થાય ત્યાં સુધી રસી સલામત હોવાનું કહી શકાય નહીં. દરમ્યાન રશિયાએ કહ્યું છે કે તેને ૨૦ દેશોનો મોટો ઓર્ડર મળી ચૂકયો છે.

Related posts

પીએમ મોદીને યુએઈનો સર્વોચ્ચ નાગરીક એવોર્ડ એનાયત કરાયો…

Charotar Sandesh

ભારત ખૂબ ખતરનાક ખેલ ખેલી રહ્યું છે, ભયાનક અસર થઇ શકે છે : પાકિસ્તાન

Charotar Sandesh

શ્રીલંકાએ બુરખા પર પ્રતિબંધ મૂકતા પાકિસ્તાન લાલઘૂમ…

Charotar Sandesh