Charotar Sandesh
સ્પોર્ટ્સ

બીસીસીઆઇ આઈપીએલ ૨૦૨૨માં વધુ બે ટીમને કરશે સામેલ, જુલાઈમાં થશે હરાજી

ન્યુ દિલ્હી : ઇન્ડીયન પ્રિમયર લીગ (આઈપીએલ) વિશ્વભરની ક્રિકેટ લીગમાં સૌથી વધુ આકર્ષણ ધરાવતી લીગ છે. જેમાં ખેલાડીઓ પોતાને રમતનો હિસ્સો બનવાને લઇને ગૌરવ અનુભવતા હોય છે. આઈપીએલ ૨૦૨૨ માં હવે નવી વધુ બે ટીમો રમતમાં સામેલ થઇ શકે છે. આ માટે આગામી જૂલાઇ માસ દરમ્યાન નવી બંને ફ્રેંન્ચાઇઝીના સ્થાન ભરવા માટેની પ્રક્રિયા બીસીસીઆઇ કરી શકે છે. બીસીસીઆઈ આઇપીએલની રમતને વધુ રોમાંચક બનાવવા માટે પ્રતિવર્ષ પ્રયાસો કરે છે. જેના ભાગરુપે હવે વધુ ૨ ટીમને લીગમાં સામેલ કરાનાર છે.
ગુજરાતની ટીમ પણ આઇપીએલમાં સામેલ થવાની સંભાવના છે. આ માટે વર્ષ ૨૦૨૦ થી જ આ માટે ની ચર્ચાઓ તેજ બની છે. આ દરમ્યાન હવે બીસીસીઆઇ ફ્રેંન્ચાઇઝીના બંન સ્થાનો માટે જૂલાઇમાં નિવિદા બહાર પાડનાર છે. એટલે કે જૂલાઇ માસમાં ઓકશન યોજવાની સંભાવનાઓ વર્તાવા લાગી છે. આમ હવે આઇપીએલમાં ૮ ટીમોને બદલે આગામી સિઝન આઇપીએલ ૨૦૨૨ થી ૧૦ ટીમો રમતના મેદાનમાં જોવા મળશે.
એક આઇપીએલ ટીમ ખરીદવા ઇચ્છુક ફર્મના સીઇઓ એ આ ઘટના ક્રમની પુષ્ટી કરી છે. તેઓએ કહ્યું, સમજવામાં આવે છે કે, નિવિદા આગામી મહિને આવી જશે, જે વાતની અમે પાછળના કેટલાક મહિના થી રાહ જોઇ રહ્યા છીએ. અમને એ વાતનુ આશ્વર્ય નહી થાય કે, તેનુ આધાર મૂલ્ય ૨૫ કરોડ ડોલલ હશે.
હાલમાં જ એક ખાનગી ફર્મ રેડબર્ડ કેપિટલ પાર્ટનર્સ એ આઇપીએલ ફેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સમાં ૧૫ ટકા હિસ્સો ખરીદ કર્યો છે. જે મુજબ ટ્રાન્ઝેકશન રાશી ૨૫ થી ૩૦ કરોડ ડોલર ની વચ્ચે છે. અન્ય એક સુત્રના હવાલા થી કહેવામાં આવી રહ્યુ છે કે, નવી ટીમોની કિંમતમાં કોરોના મહામારીને લઇને કોઇ ઘટાડો નહી આવે. રાજસ્થાન રોયલ્સના સંદર્ભમાં તાજા ઘટના ક્રમ થી બીસીસીઆઇ માટે સારી ખબર છે.
આઇપીએલ ૨૦૨૧ ની સિઝન ૨૯ મેચ રમાયા બાદ કોરોના વાયરસને લઇને અટકી પડી હતી. ટૂર્નામેન્ટના બાયોબબલમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને કોરોના સંક્રમણ ફેલાવાને લઇને ટૂર્નામેન્ટને સ્થગીત કરી દેવામાં આવી હતી. હવે યુએઇમાં ટી૨૦ વિશ્વકપ પહેલા આઇપીએલ ની આગળની ૩૧ મેચોને રમાડવામાં આવનાર છે. આ માટે બીસીસીઆઇ તૈયારીઓમાં લાગી ચુક્યુ છે.

Related posts

શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિત મલિંગાએ લીધી નિવૃત્તિ…

Charotar Sandesh

CWG 2022 : ગોલ્ડ મેડલોનો વરસાદ : બજરંગ બાદ સાક્ષી મલિકે 63 KG કેટેગરીની ફાઈનલમાં ગોલ્ડ જીત્યો

Charotar Sandesh

૧૦૦ ટકા પ્રયાસ નહી કરનારા ખેલાડી પર ભડકી આવે છે મને ગુસ્સો : સેહવાગ

Charotar Sandesh