Charotar Sandesh
સ્પોર્ટ્સ

બીસીસીઆઈએ જનરલ મેનેજરના પદ માટે મંગાવી અરજીઓ…

ન્યુ દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડના જનરલ મેનેજર (ક્રિકેટ ઓપરેશન્સ) સબા કરીમે થોડા દિવસ અગાઉ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. સબા કરીમ ભારત માટે ટેસ્ટ અને વન-ડે રમ્યા હતા અને છેલ્લા કેટલાક વર્ષથી તેઓ બીસીસીઆઈના જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેમના કાર્યકાળમાં બોર્ડે છેલ્લી બે ત્રણ સિઝનથી વર્ષમાં ૨૦૦૦ કરતાં વધારે ડોમેસ્ટિક મેચોનું આયોજન પણ કર્યું હતું. હવે સબા કરીમની ખાલી પડેલી જગ્યા ભરવા માટે બોર્ડે નવી અરજી મગાવી છે.
સબા કરીમ દેશમાં ક્રિકેટના વિકાસ માટે (ક્રિકેટ ડેવલપમેન્ટ) પણ કામ કરી રહ્યા હતા. બીસીસીઆઈએ એક નિવેદનમાં જાહેર કર્યું હતું કે તેઓ નવા હોદ્દેદાર માટે અરજી મગાવી રહ્યા છે અને આ માટેની અંતિમ તારીખ સાતમી ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે.બોર્ડમાં અગાઉ ક્રિકેટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે પ્રો. રત્નાકર શેટ્ટી હતા. માર્ચ ૨૦૧૮માં તેઓ નિવૃત્ત થયા હતા. ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર સબા કરીમને ડિસેમ્બર ૨૦૧૭માં બોર્ડના જનરલ મેનેજર (ક્રિકેટ ઓપરેશન્સ) નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ડોમેસ્ટિક ક્રિકેટ અને વિમેન્સ ક્રિકેટના વડા હતા. બોર્ડે તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે નવા ઓફિસર ક્રિકેટના નિયમો, પિચ આઉટફિલ્ડ, ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટના કાર્યક્રમ નક્કી કરવા તથા તેની દેખરેખ કરવા માટે જવાબદાર રહેશે.

Related posts

વર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડઝનાં વાઈસ કેપ્ટન તરીકે ક્રિસ ગેલની નિમણુંક

Charotar Sandesh

કોરોના કારણે આગામી ૫-૬ મહિના સુધી ક્રિકેટ અને અન્ય રમત શક્ય નથીઃ કપિલ દેવ

Charotar Sandesh

વિરાટ કોહલીએ એડિટિંગ કરી ઇન્સ્ટા પર મુક્યો ટિકટોક જેવો વીડિયો…

Charotar Sandesh