Charotar Sandesh
વર્લ્ડ

બેરોજગારીના માહોલ વચ્ચે એમેઝોન ૭૫ હજાર લોકોને નોકરી આપશે…

USA : કોરોનાએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધુ છે ત્યારે કોરોડો નોકરીઓ પર સંકટ ઉભું થયું છે. તો એમેઝોને મોટા પ્રમાણમાં ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. એમેઝોને કહ્યું કે, તે ૭૫ હજાર લોકોને નોકરી આપશે. આ ભરતીમાં વેરહાઉસ સ્ટાફથી લઈને ડિલિવરી ડ્રાઈવર્સ સુધીનો સમાવેશ થશે. કંપનીએ કહ્યું કે, કે તેમનો સ્ટાફ વધારવા પાછળનું કારણ છે લોકડાઉન.

સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ૭૫ હજાર નોકરી અંગે જણાવતા એમેઝોને કહ્યું કે, અમેરિકામાં કોરોનાવાઈરસને કારણે લોકો ઘરમાં બંધ છે, જેના કારણે ઓનલાઈન ઓર્ડરની માંગ વધી રહી છે. લાંબા સમય સુધી ક્વોરન્ટીન રહેવાની આશંકાને ધ્યાનમાં રાખતા દુકાનોનો સ્ટોક ખાલી થઈ રહ્યો છે. કંપનીઓનો પ્રયત્ન છે કે, તે ખાવા પીવા અને હેલ્થ પ્રોડક્ટ્‌સનો સ્ટોક જાળવી રાખે. સાથે જ સ્ટોરમાં કામ કરતા લોકો અને ડિલિવરી સ્ટાફની પણ જરૂર છે, જેને જોતા એમેઝોને મોટા પ્રમાણમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે.

દિગ્ગજ ઈ કોમર્સ કંપની એમેઝોન માટે હાયરિંગ એક મોટું અને મુશ્કેલ કામ છે. એમેઝોનના વેરહાઉસ સ્ટાફમાં કોરોના વાઈરસના અનેક કેસ સામે આવ્યા છે. કંપનીનું કહેવું છે કે, હવે તે અમેરિકા અને યુરોપ સ્થિત તેમના તમામ વેરહાઉસમાં તાપમાન ચેક કરશે અને માસ્કની પૂરતી વ્યવસ્થા રાખશે. બેરોજગારીના વધતા જતાં દરને ધ્યાનમાં રાખતા એમેઝોને આ ગેપને ભરવાનો નિર્ણય કર્યો છે. નવા કર્મચારીઓને આકર્ષિત કરવા માટે કંપની ૧૫ ડોલર પ્રતિ કલાકના મિનિમમ વેતનમાં ૨ ડોલરનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે એપ્રિલથી લાગૂ થયો છે.

Related posts

ભારતીય મૂળના વેદાંત પટેલની વ્હાઈટ હાઉસના સહાયક પ્રેસ સચિવ તરીકે પસંદગી…

Charotar Sandesh

ટ્રમ્પે સંરક્ષણ મંત્રી માર્ક એસ્પરને પાણીચું પકડાવી દીધું, ક્રિસ્ટોફર સી. મિલરને જવાબદારી સોંપી…

Charotar Sandesh

કોરોનાએ વિશ્વભરમાં ૧.૯૭ લાખનો ભોગ લીધો : ઇટાલીમાં ૧૫૦ ડોક્ટરના મોત…

Charotar Sandesh