મુંબઈ : અભિનેતા અને સિંગર દિલજિત દોસાંઝ અને કંગના રનૌત તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે સોશિયલ મીડિયા ઉપર ઘણા વખતથી આમનેસામેને આવી ગયા છે. બંને એકબીજાને સતત ટ્રોલ કરતા રહે છે અને જવાબો આપતા રહે છે. તાજેતરમાં પણ દિલજિત દોસાંઝે ટિ્વટરના માધ્યમથી કંગનાને ટોણે માર્યો હતો. દિલજિતે ટિ્વટર ઉપર એક ઓડિયો મેસેજ મૂક્યો હતો.
તેમાં તેણે લખ્યું હતું કે, હે ભગવાન મારે તમારી સાથે કંઈક શેર કરવું છે. બે-ત્રણ છોકરીઓ એવી છે જે સવાર-સવારમાં મારું નામ જપે નહીં તો તેમને ખાવાનું પચતું નથી. જેમ ડોક્ટર કહે કે બે ગોળી સવારે અને બે ગોળી રાત્રે લો ત્યારે ખાવાનું પચશે તેવું જ આ છે. તેમાંથી એક છોકરીનો અવાજ ખૂબ જ ઈરિટેટિંગ છે. તેણે અન્ય એક ટિ્વટમાં લખ્યું હતું કે, નફરત ન ફેલાવશો, કર્મ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.