Charotar Sandesh
ગુજરાત

બોલો… બોર્ડ પરીક્ષામાં પેપર કેમ ન બતાવ્યું કહી વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને માર માર્યો…

અમદાવાદ : બોર્ડની પરીક્ષા શરૂ થતાં જ કેટલાક વિદ્યાર્થીઓ પેપરમાં ચોરી કરવા માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે. શહેરનાં કૃષ્ણનગર વિસ્તારમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને પેપર ન બતાવતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

નિકોલ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે, શનિવારે તેઓ તેમના ઘરે હતાં ત્યારે તેમના પુત્રનો ફોન આવ્યો હતો અને સીએમ ઠાકર સ્કુલ ખાતે તેનો ઝઘડો થયો હોવાની જાણ કરતાં જ ફરિયાદી તાત્કાલિક ત્યાં પહોચ્યાં હતાં. જ્યાં તેમના પુત્રએ તેમને જણાવ્યું હતું કે, આજે શાળામાં જ્યારે તે વિજ્ઞાનનું પેપર લખી રહ્યો હતો ત્યારે તેની બાજુમાં બેઠેલા વિદ્યાર્થી તેને પેપર બતાવવા માટે કહ્યું હતું. ફરિયાદીનાં પુત્રએ આ વિદ્યાર્થીને પેપર બતાવવાની ના પાડતા જ તેણે તેની સાથે ઝઘડો કર્યો હતો.
ક્લાસમાં હાજર શિક્ષકને આ બાબતની જાણ થતાં જ શિક્ષકએ વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો. જેથી આ વિદ્યાર્થીએ

ફરિયાદીનાં પુત્રને ધમકી આપી હતી કે, પેપર પુરુ થાય પછી બહાર નીકળ પછી તારી વાત છે.
પેપર પૂર્ણ થયા બાદ ફરિયાદીનો પુત્ર આદિશ્વર કેનાલની બાજુમાં ખોડીયાર માતાના મંદીર પાસે ઉભો હતો. તે દરમિયાન આ વિદ્યાર્થી ત્યાં આવ્યો હતો અને પેપર કેમ બતાવ્યું નહીં. તેમજ શિક્ષક જોડે મને કેમ ઠપકો અપાવ્યો કહીને ફરિયાદીનાં પુત્ર સાથે ઝઘડો કરીને તેને માર માર્યો હતો. એટલું જ નહીં, આ વિદ્યાર્થીએ ચપ્પુ કાઢીને તેને મારી નાંખવાની પણ ધમકી આપી હતી. ફરિયાદીનો પુત્ર ત્યાંથી ભાગી જઇને સમગ્ર ઘટનાની જાણ તેના પિતાને કરી હતી. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

નવરાત્રી દરમ્યાન આ તારિખથી ૧ ઓક્ટોબર સુધી રાજ્યના છૂટોછવાયો વરસાદ પડશે : અંબાલાલ પટેલ

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ‘આપ’એ ૬૫૦ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી…

Charotar Sandesh

રાજ્યના ખેડા-આણંદ સહિત ઘણા જિલ્લાઓમાં આજે તારીખ ૧૬ જૂને તમામ શાળાઓ બંધ રાખવા સુચના

Charotar Sandesh