મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તેની નવી વેબ કન્ટેન્ટ અંગે ચર્ચામાં છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટોશૂટથી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. અનુષ્કાએ વોગ મેગેઝિન માટે ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. આ તસવીરોમાં અનુષ્કા શર્માના અલગ અલગ લૂક જોવા મળી રહ્યા છે. ફોટોશૂટમાં અનુષ્કા કયારેક બિકીનીમાં તો ક્યારેક ક્રોપ ટોપવાળા પ્લાઝો, ક્રોપ ટોપ સાથે સ્કર્ટમાં તો ક્યારેક લાંબા શર્ટ પહેરીને પોઝ આપી રહી છે. આ ફોટોઝમાં અનુષ્કા બીચ પર બિકીની પહેરીને પોઝ આપતી નજરે પડી તો ક્યારેક દરિયા કિનારાની બોટ પાસે સ્ટાઇલિશ અંદાઝમાં જોવા મળી.
અનુષ્કાની આ તસ્વીરો વોગ ઈન્ડિયાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ મેગેઝિનના નવા અંક માટે અનુષ્કાએ પોતાનું ફોટોશૂટ કરાવ્યું હતું. મેગેઝિનના કવર પર અનુષ્કાના લૂકને જોઇને તેના ચાહકો તેની અત્યંત પ્રશંસા કરી રહ્યા છે. અનુષ્કા આ અગાઉ પણ વોગ ઈન્ડિયા માટે પણ હોટ પોઝ આપી ચૂકી છે. અનુષ્કા શર્માના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળી હતી.
આ ફિલ્મ બાદથી અનુષ્કા હાલ અભિનયથી દૂર છે. તાજેતરમાં તેના પ્રોડક્શન હાઉસ દ્વારા બે વેબ સિરીઝ બુલબુલ અને પાતાલલોક રજૂ કરવામાં આવી હતી. બંને વેબ સિરીઝને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. પાતાલ લોક સાથે તેણે પ્રોડ્યુસર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ વેબસિરીઝે કેટલાક વિવાદ પણ સર્જ્યા હતા અને ઉત્તર પ્રદેશમાં તેના વિશે વિરોધ થયો હતો તેમ છતાં આ વેબસિરીઝને પ્રચંડ સફળતા પણ મળી હતી.