Charotar Sandesh
સ્પોર્ટ્સ

બ્રાવો આઇપીએલમાંથી બહાર થતાં ટીમ માટે ઇમોશન વીડિયો શેર કર્યો

મુંબઇ : ડ્‌વેન બ્રાવો ઈન્ડિયન પ્રીમિયર લીગથી બહાર થતાં ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ પહેલાથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. યુએઇમાં રમાતી હાલની આ આઇપીએલ સિઝનમાં ચેન્નાઈ ૧૦માંથી માત્ર ૩ જ મેચ જીતી શક્યું છે. કેરેબિયન ઓલરાઉન્ડર દિલ્હી કેપિટલ્સની મેચ સામે ઈજાગ્રસ્ત થયો હતો. ટુર્નામેન્ટમાંથી બહાર થતાં બ્રાવોએ ફેન્સને સીએસકેને સપોર્ટ કરવાનું ચાલુ રાખવા માટે અપીલ કરી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના ટ્‌વીટર હેન્ડલ પર બ્રાવોનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં બ્રાવો કહે છે કે, આ ખરાબ સમાચાર છે. પોતાની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને આ રીતે છોડીને જતાં ખરાબ લાગે છે. હું તમામ સીએસકે ફેન્સને બસ એટલું કહેવા માગું છું કે તમે ટીમની હિંમત વધારતા રહેજો. સીએસકેને સપોર્ટ કરતાં રહો.
બ્રાવોએ કહ્યું કે, આ સિઝન એવી નથી રહી, જેવી અમારા ફેન્સ ઈચ્છતા હતા. પણ અમે બેસ્ટ આપ્યું. અનેકવાર પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા છતાં પણ પરિણામ તેવું આવતું નથી. અમને સપોર્ટ કરતાં રહો અને હું વિશ્વાસ અપાવું છું કે અમે વધારે મજબૂત અને ચેમ્પિયનની જેમ વાપસી કરીશું. અમે સૌથી સફળ ફ્રેન્ચાઈઝીમાં છીએ, મને લાગે છે કે આપણને ચેન્નાઈ સુપર કિંગ્સના સભ્ય અને ફેન્સ હોવા પર ગર્વ હોવું જોઈએ.

Related posts

ન્યૂઝીલેન્ડની ટી૨૦ ટીમની જાહેરાત, વિલિયમ્સન અને ટ્રેન્ટ બોલ્ટનું પુનરાગમન

Charotar Sandesh

કોરોના અનસ્ટોપેબલ : ઇંગ્લેન્ડ-સાઉથ આફ્રિકા વચ્ચેની સિરીઝ થઇ રદ…

Charotar Sandesh

ઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…

Charotar Sandesh