Charotar Sandesh
વર્લ્ડ

બ્રિટનમાં ઘણા નવા વિસ્તારોમાં ફેલાયો નવો કોરોના વાઇરસ, કડક લોકડાઉનમાં ઊજવાશે નાતાલ…

લંડન : બ્રિટનમાં કોરોના વાઈરસનું એક નવું સ્વરૂપ સામે આવ્યું છે. તેના કારણે વૈજ્ઞાનિકો અને દુનિયાના લોકોમાં ફરીથી ડર ફેલાઈ ગયો છે. બ્રિટને પણ આ નવા સ્ટ્રેઈનના કારણે નિયમો વધારે કડક કરી દીધા છે અને ઘણાં વિસ્તારોમાં લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. બ્રિટનના ઘણાં નવા વિસ્તારોમાં કોરોના વાઈરસના નવા સ્વરૂપ સ્ટ્રેનના કેસ નોંધાયા છે. તેના કારણે અહીં ઘણાં વિસ્તારોમાં ટાયર-૪ લોકડાઉન લાગુ કરી દેવાયું છે. આ વર્ષે બ્રિટનના લોકોએ ક્રિસમસ ઘરમાં જ ઉજવવી પડે તેવી સ્થિતિ આવી ગઈ છે.
બ્રિટનના સ્વાસ્થય મંત્રી મૈટ હેનકોકે ચેતવણી આપી છે કે, લંડનમાં આગામી ઘણાં મહિનાઓ સુધી લોકડાઉન ચાલી શકે છે, કારણકે વેક્સીનેશન શરૂ ન થાય ત્યાં સુધી કોરોના વાઈરસને સંક્રમણને નિયંત્રણમાં રાખવું ખૂબ મુશ્કેલ છે. મૈટ હેનકોને કહ્યું છે કે, ટિયર-૪ વિસ્તારમાં રહેતા લોકોએ એ પ્રમાણે વર્તન કરવું જોઈએ જાણે કોરોના વાઈરસ તેમની આજુ-બાજુમાં જ છે. આ જ માત્ર એક ઉકેલ છે જેનાથી આપણે કોરોના વાઈરસને નિયંત્રણમાં રાખી શકીશું.
બ્રિટનમાં સ્થિતિ ખૂબ ગંભીર છે અને વાઈરસના આ નવા સ્વરૂપે તેને વધારે મુશ્કેલ બનાવી દીધી છે. નોંધનીય છે કે, બ્રિટનમાં ટિયર-૪નો અર્થ થાય છે સૌથી કડક પ્રતિબંધ. બ્રિટનના અમુક વિસ્તારોને ટિયર-૪ જાહેર કરવામાં આવ્યા છે.
બ્રિટનના જે વિસ્તારોમાં ટિયર-૪નો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યાંના લોકોએ તેમના ઘરમાં જ રહેવું, જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળું અને બીજા વિસ્તારના લોકોને ન મળવાનું કહેવામાં આવ્યું છે.
દક્ષિણ પશ્ચિમ, મિડલેન્ડ અને નોર્થ ઈંગ્લેન્ડમાં નવા કોરોના વાઈરસના કેસ સામે આવ્યા પછી બ્રિટનના મંત્રીઓ અને મેડિકલ એક્સપટ્‌ર્સની મીટિંગ થઈ હતી. આ દરેક વિસ્તારોમાં ટિયર-૨ અને ૩ના પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા જેને હવે સખ્ત લોકડાઉનમાં પુનરાવર્તિત કરવામાં આવ્યા છે.

Related posts

વિશ્વમાં યોગ્ય રીતે લોકડાઉન હટાવવામાં નહીં આવે તો પરિસ્થિતિ વણસી જશે : WHOની ચેતવણી…

Charotar Sandesh

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા બિડેને બતાવ્યો ભારત પ્રેમ…

Charotar Sandesh

અમેરિકામાં ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૩૧૭૬ કોરોના સંક્રમિતોના મોત…

Charotar Sandesh