Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

બ્લેક ફ્રાઇડે : સેન્સેક્સમાં ૧૪૪૮ પોઇન્ટનો તોતિંગ કડાકો…

કોરોના વાયરસના કારમા પ્રહારથી વિશ્વભરના શેરબજારો આઇસીયુમાં…

મુંબઇ : ચીનમાં ફેલાયેલા ચેપીરોગ કોરોના વાયરસના અજગરી ભરડામાં જાણે કે હવે ભારત સહિત સમગ્ર વિશ્વનું અર્થતંત્ર આવી ગયું હોય તેમ ગઈકાલ રાત્રે અમેરિકાના શેરબજારોમાં બોલાયેલા મોટા કડાકા બાદ આજે શુક્રવારે ભારતીય શેરબજાર પર પણ વૈશ્વિક બજારોની સ્પષ્ટ અસર જોવા મળી છે અને બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સમાં આશરે ૧૩૦૦ પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જે ત્યારબાદ પણ સતત વધી રહ્યો હતો અને એક બપોરે શેરબજાર બંધ થવાના સમય નજીક ૧૫૦૦ પોઇન્ટ પર પહોંચી જતાં રોકાણકારો માટે આજનો દિવસ બ્લેક ફ્રાઇડે સાબિત થયો હતો અને શેરબજાર ૧૪૪૮ અંક સાથે તથા નિફ્ટી ૪૩૧ અંક સાથે બંધ થયું હતું. એક રીતે જોતા ચાલુ સપ્તાહમાં અંદાજે ૧૧ લાખ કરોડની રોકાણકારોની સંપત્તિનું ધોવાણ થયું હતું. આજે એક જ દિવસમાં નહીં પણ શરૂઆતના પાંચ-દસ મિનિટમાં જ ૫ લાખ કરોડની સંપત્તિ ધોવાઇ ગઇ હતી. જેમાં એશિયાના સૌથી વધુ ધનિક એવા રિલાયન્સના મુકેશ અંબાણીને ૫ બિલિયન ડોલર(અંદાજે ૩૫ હજાર કરોડ રૂપિયા)નો જંગી ફટકો પડ્યો હતો. મેટલ, ઓટો, આઈટી, ઓઈલ-ગેસ સેક્ટરના શેરોના ભાવોમાં ભારે ઘટાડા સાથે બેન્ચમાર્ક સેન્સેક્સની તમામ સ્ક્રીપના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. કોરોના વાઈરસના હાહાકારને પગલે વિશ્વભરના દેશોમાં થનારી આર્થિક અસરોના ભયે વૈશ્વિક બજારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને ચોતરફી વેચવાલી નીકળી હતી. જાણકારોના મતે શેરબજાર માટે આ સપ્તાહ ૧૧ વર્ષમાં સૌથી ખરાબ સપ્તાહ પુરવાર થયું છે.

દિવસ દરમિયાન મ્જીઈ સેન્સેક્સ ઉપરમાં ૩૯,૦૮૭.૪૭ અને નીચામાં ૩૮,૨૧૯.૯૭ પોઈન્ટ્‌સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૧૪૪૮.૩૭ પોઈન્ટ્‌સ અથવા ૩.૬૪ ટકાના જંગી કડાકા સાથે ૩૮,૨૯૭.૨૯ પોઈન્ટ્‌સની સપાટીએ બંધ રહ્યો હતો.નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૧,૩૮૪.૮૦ અને નીચામાં ૧૧,૧૭૫.૦૫ પોઈન્ટ્‌સ વચ્ચે ટ્રેડ થયા બાદ ૪૧૪.૧૦ પોઈન્ટ્‌સ અથવા ૩.૫૬ ટકા તૂટીને ૧૧,૨૧૯.૨૦ પોઈન્ટ્‌સની સપાટીએ બંધ રહ્યો હતો. મ્જીઈ મિડકેપ અને મ્જીઈ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૩.૧૩ ટકા અને ૩.૫૨ ટકા ઘટીને બંધ રહ્યા હતા.

વૈશ્વિક વેચવાલીના કારણે ઘરેલું શેર માર્કેટમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે કારોબારી સમય દરમિયાન રોકાણકારોને ૫ લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. બીએસઈ ૩૦ શેર્સવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં ૧,૧૬૦ અંકથી વધુ પટકાયો હતો જેના કારણે બીએસઈમાં રજીસ્ટર્ડ કંપનીની માર્કેટ કેપિટલમાં ભારે કડાકો જોવા મળ્યો. આ કારણે રોકાણકારોને કારોબારના અમુક સમયમાં જ અંદાજે ૪,૬૫,૯૧૫.૫૮ કરોડ રૂપિયા સુધીનું નુકસાન વેઠવું પડ્યું છે.

સેન્સેક્સ પેકની તમામ ૩૦ સ્ક્રીપના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સ્ક્રીપમાં એક ટકાથી લઈ ૮.૫૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. મેટલ ઈન્ડેક્સ સૌથી વધારે ૫૫૦ એટલે કે ૬.૨૧ ટકા, ઓટો ઈન્ડેક્સ ૫૮૭.૦૯ પોઇન્ટ એટલે કે ૩.૬૩ ટકા, આઈટી ઈન્ડેક્સ ૫૪૭.૯૮ પોઇન્ટ અથવા ૩.૪૫ ટકા, ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૪૩૪.૮૪ પોઇન્ટ અથવા ૩.૩૪ ટકા ગગડ્યા છે. ભારતીય શેરબજારમાં આજે જે આશરે ૧૧૦૦ પોઇન્ટનો કડાકો આવ્યો છે તેને લીધે રોકાણકારોની કુલ સંપત્તિમાં આશરે રૂપિયા પાંચ લાખ કરોડની ગણતરીની મિનિટોમાં જ ધોવાણ થયું છે. બીએસઈ ખાતે કુલ ૧,૮૯૭ સ્ક્રીપમાં કામકાજ થઈ રહ્યું છે,જે પૈકી ૧,૬૩૩ સ્ક્રીપના ભાવોમાં મંદી જોવા મળે છે, ૧૯૭ સ્ક્રીપમાં સામાન્ય સુધારો જ્યારે ૬૭ સ્ક્રીપના ભાવ યથાવત છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે ૫૩૬.૯૪ પોઇન્ટ અથવા ૩.૫૬ ટકા અને ૫૦૦.૮૨ પોઇન્ટ એટલે કે ૩.૫૨ ટકાનો ઘટાડો થયો છે. ફોરેન પોર્ટફોર્લિયો ઈન્વેસ્ટર્સ અને સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા ચોતરફથી તમામ સેક્ટરોમાં મોટા પ્રમાણે વેચવાલી કરી રહ્યા હતા.

વૈશ્વિક બજારોની સ્થિતિ પર નજર નાંખીએ તો ગઈકાલે અમેરિકાનો ડાઉ જોન્સ ૧,૧૯૦.૯૫ પોઇન્ટ એટલે કે ૪.૪૨ ટકાના ઘટાડા સાથે ૨૫,૭૬૬.૬૪,જીશ્ઁ ૫૦૦ ૧૩૭.૬૩ પોઇન્ટ ૪.૪૨ ટકા ૨,૯૭૮.૭૬, બ્રાઝીલ બોવેસ્પા સ્ટોક ઈન્ડેક્સ ૧૦,૬૯૭.૮૮ પોઇન્ટ એટલે ૯.૪૧ ટકા તૂટી ૧૦૨,૯૮૩.૫૪ રહ્યા હતા. એશિયાના બજારોની વાત કરીએ તો જાપાનનો નિક્કી ૮૬૮.૧૧ પોઇન્ટ અથવા ૩.૯૬ ટકા, હોંગકોંગનો હેંગસેંગ ૬૭૦.૩૪ પોઇન્ટ અથવા ૨.૫૦ ટકા, ચીનનો શાંઘાઈ એસઈ કોમ્પોઝીટ ૧૦૦.૭૬ પોઇન્ટ અથવા ૩.૩૭ ટકા ગગડ્યા છે. જ્યારે યુરોપમાં ઈગ્લેન્ડો એફટીએસઈ-૧૦૦ આશરે ૨૪૬.૦૭ પોઇન્ટ અથવા ૩.૪૯ ટકા, ફ્રાંસનો સીએસી-૪૦ આશરે ૧૮૮ પોઇન્ટ અથવા ૩.૩૨ ટકા, જર્મનીનો ડીએએક્સ આશરે ૪૦૭ પોઇન્ટ અથવા ૩.૧૭ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે.

બ્લેક ફ્રાઇડે સમાન આજે શુક્રવારે બીએસઇ લિસ્ટેડ ૧,૭૦૦ શેર્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યાં હતા અને તેમાં મોટે ભાગે મિડકેપ અને સ્મોલકેપ શેર્સ સામેલ હતા. કોરોનાના ફટડાટથી વૈશ્વિક બજારોમાં ઘટાડા તરફી ચાલ જોવા મળી રહી છે. આ સાથે બીએસઇ લિસ્ટેડ કંપનીઓના માર્કેટકેપમાં પ્રારંભિક તબક્કે ૪,૬૫,૯૧૫.૫૮ કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું. બીએસઇમાં લિસ્ટેડ છ, મ્, ્‌ અને ઢ ગ્રુપના ૩૨૩ શેર્સ ઘટીને ૫૨ સપ્તાની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યાં હતાં.
ભારતીય શેરબજારમાં આ સપ્તાહના પાંચેય દિવસ સતત મંદીમય વલણ રહ્યું છે. ગત ૨૪મી ફેબ્રુઆરી એટલે કે સોમવારથી અત્યાર સુધીમાં શેરબજારમાં આશરે ૨૫૦૦ પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો છે.

Related posts

કોરોનાએ માઝા મૂકી : ૨૪ કલાકમાં રેકોર્ડ ૧૫,૯૪૮ પોઝિટિવ કેસ, ૪૬૫ના મોત…

Charotar Sandesh

ઝાંબિયાના રાષ્ટ્રપતિ એડગર ચાગ્વા લૂંગૂએ રાષ્ટ્રપતિ-વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

Charotar Sandesh

ગાઇડલાઇન્સ : વિદેશથી આવતા મુસાફરો ૧૪ દિવસ ઘરે જ ક્વોરન્ટીન રહી શકશે…

Charotar Sandesh