Charotar Sandesh
ઈન્ડિયા

ભાજપના સાંસદ સની દેઓલને વાય કેટેગરીની સુરક્ષા, ૧૧ જવાન અને બે પીએસઓ સાથે રહેશે…

ન્યુ દિલ્હી : અભિનેતા કમ ભાજપ સાંસદ સની દેઓલને કેન્દ્ર સરકારે વાય કેટેગરીની સુરક્ષા પ્રદાન કરી હતી. હવે ૧૧ જવાનો અને બે પીએસઓ એમની સાથે રહેશે.
સની પંજાબના ગુરદાસપુર સંસદીય વિસ્તારના સાંસદ છે. હાલ આંદોસલન કરી રહેલા ખેડૂતોએ ભાજપના સાંસદો અને ધારાસભ્યોને ઘેરાવ કરવાની ધમકી આપી છે એટલે સનીને સુરક્ષા અપાઇ હતી. ગુરદાસપુર ભારત અને પાકિસ્તાનની સરહદ પરનો વિસ્તાર છે એટલે સની પર હુમલાનું જોખમ રહે છે એવી દલીલ કરવામાં આવી હતી. સની અવારનવાર પોતાના મતવિસ્તારની મુલાકાત લેતા રહે છે.
પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં હાલ ભાજપ વિરોધી વાતાવરણ હોવાનું મનાય છે એટલે સનીને આ સુરક્ષા આપવામાં આવી હતી.

Related posts

ચોમાસું સત્ર : ૭ દિવસની કાર્યવાહીમાં ૧૨ કલાક ચાલી સંસદ, ૫૩.૮૫ કરોડ રૂપિયા બરબાદ

Charotar Sandesh

પૂર્ણ વેતન ચૂકવવાનો ઇન્કાર કરનાર કંપનીઓ પર સખ્ત પગલાં નહિ લેવાય : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh

આગામી શુક્રવારે રહેશે લાંબામાં લાંબો દિવસ, જાણો કેમ…?

Charotar Sandesh