Charotar Sandesh
ગુજરાત

ભાજપમાં દિવાળી, કોંગ્રેસમાં સન્નાટો : આઠ બેઠક પર કમળ ખીલ્યું…

  • આઠ વિધાનસભા બેઠકો પર ભાજપની ક્લિનસ્વિપ, કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી ન શકી
  • મોરબી, અબડાસા, ગઢડા,લીંબડી, ધારી, ડાંગ,કરજણ, કપરાડામાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય
  • આ તો ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છેઃ રૂપાણી
  • પ્રજાએ પક્ષ પલ્ટો સ્વીકાર્યો કોંગ્રેસના સુપડા સાફ, અબડાસામાં ૩૮ હજારથી વધુ મતથી પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત અને કરજણમાં અક્ષય પટેલનો ૧૬ હજારથી વધુ મત સાથે વિજય થયો
  • ડાંગમાં ૩૦ હજાર લીડથી વિજય પટેલની જીત, લીંબડીમાં કિરીટસિંહ રાણા ૨૦ હજાર મતથી વિજય, ગઢડામાં ૨૧ હજાર મતથી આત્મરામ પરમારની જીત, કપરાડા બેઠક પર જીતુ ચૌધરીની ૪૬૫૮૦ મતથી જીત
  • આઠ બેઠક ગુમાવતા કૉંગ્રેસ પાસે ૬૫ બેઠક રહી, ભાજપની બેઠક વધીને ૧૧૧ થઈ, ૧૮૨ સભ્ય સંખ્યા ધરાવતી વિધાનસભામાં હાલ બે બેઠક ખાલી પડી છે

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં વિધાનસભાની તમામ આઠ બેઠકો – અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડાની યોજાયેલી પેટા-ચૂંટણીના આજે જાહેર કરાયેલા પરિણામમાં શાસક ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે. કોરોના રોગચાળા વચ્ચે પેટા-ચૂંટણીમાં ૬૦.૭૫ ટકા મતદાન થયું હતું. આજે સવારે આઠ વાગ્યાથી વિધાનસભાની આઠેય બેઠકો ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. સવારે આઠ વાગ્યાથી તમામ જિલ્લાનાં મતદાન કેન્દ્રો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. પ્રારંભિક મતગણતરીમાં ભાજપ આઠ બેઠકો પર વિજય મેળવ્યો છે, કોંગ્રેસ પાર્ટી એકેય બેઠક પર જીતી શકી નથી.
મતકેન્દ્રો ઉપર ૨૫ ખંડમાં ૯૭ ટેબલ પર ગણતરી કરવામાં આવી હતી. કુલ ૩૨૦ કર્મચારીઓ મતગણતરીના કાર્યમાં જોડાયા હતા. ૧૭ મતદાન મથકો પર ઈફસ્ થી મતગણતરી કરવામાં આવી હતી. કુલ ૯૭ ટેબલ પર મતગણતરી હાથ ધરાઈ હતી.
કોરોનાને લઈને મતગણતરી માટે તમામ કાઉન્ટિંગ કેન્દ્રોને સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા. ત્રીજી નવેમ્બરે રાજ્યમાં આઠ વિધાનસભા બેઠકો – અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા ખાતે કોરોના ગાઇડલાઇન સાથે મતદાન યોજવામાં આવ્યું હતું.
સવારે બેલેટપેપર ગણતરીમાં ભાજપ ૭ બેઠકો અને કોંગ્રેસ ૧ બેઠક પર આગળ હતું. ત્યાર બાદ ભાજપે ૮ બેઠકોમાં લીડ મેળવી હતી અને ત્યારબાદ વિજય પ્રાપ્ત કર્યો હતો. પેટાચૂંટણીમાં ભાજપના ઉત્કૃઠ પ્રદર્શનને જોતા કમલમ ખાતે દિવાળી જેવો માહોલ હતો જ્યારે કોંગ્રેસના કાર્યાલય પર સન્નાટો છવાયો હતો.
આઠેય બેઠક પર ભાજપની જીત થઈ છે જ્યારે કૉંગ્રેસનો સફાયો થયો છે. ચૂંટણી પહેલા આ આઠેય બેઠક કૉંગ્રેસ પાસે હતી. રાજ્ય સભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું હતું. આ કારણે ગુજરાતમાં પેટા-ચૂંટણી યોજવી પડી હતી. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ની કુલ સભ્ય સંખ્યા વધીને ૧૧૧ પર પહોંચી છે.
પેટા-ચૂંટણી બાદ ગુજરાત વિધાનસભાની સ્થિતિ જોઈએ તો ભાજપના ૧૧૧, કૉંગ્રેસના ૬૫, બીટીપીના ૨, એનસીપીના ૧, અપક્ષ ૧ ધારાસભ્ય રહ્યા છે. ૧૮૨ સભ્ય સંખ્યા ધરાવતી ગુજરાત વિધાનસભામાં હાલ બે બેઠક ખાલી પડી છે. આ અંગેનો નિર્ણય ચૂંટણી પંચ તરફથી લેવામાં આવશે. હાલ દેવભૂમિ દ્વારકા અને મોરવા હડફ બેઠક ખાલી પડી છે.
અબડાસા પેટા ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે, અને આ સાથે ભાજપે અબડાસામાં ઇતિહાસ રચાયો છે. ભાજપના ઉમેદવાર પદ્યુમનસિંહ જાડેજાની જીત થઈ છે. ૩૭,૯૨૮ મતથી જીત મેળવી છે. આ સાથે જ અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજાએ સળંગ બેવાર જીતવાનો રચ્યો ઇતિહાસ છે.
મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૬૩૯૫૯ કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલને ૫૯૫૯૫ મત મળ્યા છે. મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા ૪૩૫૪ મતથી વિજેતા થયા છે. મોરબી બેઠક પર સાંસદ મોહન કુંડારીયા કિંગ મેકર બન્યા છે.
લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા ૩૫૫૩૯ મતે જીત મેળવી છે. આ સાથે જ કિરીટસિંહ તેમની ભવાન ભરવાડ સામે અગાઉ મળેલી હારનો જીત મેળવીને રેકોર્ડ તોડ્યો છે. અહીં કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા પટેલે રાજીનામું આપી દેતા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કિરીટસિંહની મતગણતરીમાં પહેલાથી જ જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી.
કરજણ બેઠકની પેટાચૂંટણીની ભાજપના ઉમેદવાર અક્ષય પટેલનો ૧૬,૪૦૯ મતથી વિજય થયો છે. આમ ભાજપે કોંગ્રેસ પાસેથી કરજણ બેઠક આંચકી લીધી છે. ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને ૭૬,૮૩૧ મત અને કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને ૬૦૪૨૨ મત મળ્યા હતા.
જોકે, ૧૫થી ૧૮ રાઉન્ડ સુધીમાં ભાજપના ઉમેદવારની લીડમાં ૫૮૬૧ મતનો ઘટાડો થયો હતો. જોકે ૧૯થી ૨૯માં રાઉન્ડમાં ભાજપની લીડમાં ૧૦,૮૦૮ મતની લીડ વધી ગઇ હતી, જેથી કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારીને મતગણતરી કેન્દ્રમાંથી બહાર નીકળી ગયા હતા.

Related posts

યુકેથી આવેલી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, નવી ગાઇડલાઇન જાહેર…

Charotar Sandesh

વડોદરામાં પરિણિતાને પરેશાન કરતા વિધર્મી રોમિયોની જાહેરમાં ધોલાઇ…

Charotar Sandesh

વેન્ટીલેટર ધમણ પર ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ નેતાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે…

Charotar Sandesh