Charotar Sandesh
ઈન્ડિયા

ભાજપ અને RSSને અનામત કાંટાની જેમ કૂચે છેઃ રાહુલ ગાંધી

ભાજપ અનામતને ખતમ કરવા માંગતી હોવાનો કોંગ્રેસ નેતાનો આક્ષેપ…

ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારી નોકરીમાં અનામતને લઈને કરવામાં આવેલી ટિપ્પણી બાદ રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે મોદી સરકાર પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટમાં પુર્નવિચાર અરજી દાખલ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું ભાજપ અનામતને ખતમ કરવા માગે છે. તેઓએ વધુમાં કહ્યું કે ભાજપ-આરએસએસના ડીએનએને અનામત ખુંચે છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું આરએસએસ-ભાજપની વિચારધારા અનામતના વિરૂદ્ધમાં છે. તેઓ કોઈ પણ રીતે રિઝર્વેશનને ભારતના બંધારણમાં કાઢવા માગે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે રિઝર્વેશનને ક્યારેય નહીં દૂર થવા દઈએ, તે પછી મોદીજી સપનું હોય કે મોહન ભાગવતનું સપનું, અમે આવું ક્યારેય નહીં થવા દઈએ.

ઉલ્લેખનીય છે કે, સોમવારે સુપ્રિમ કોર્ટે મોટા ચુકાદો આપતા કહ્યું કે, આવો કોઈ મૌલિક અધિકાર નથી, જેમાં કોઈ વ્યક્તિને પ્રોન્નતિમાં આરક્ષણનો દાવો કરવાનો અધિકાર સન્નિહિત હોય અને કોઈ અદાલત રાજ્ય સરકારને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પદોન્નતિમાં આરક્ષણ આપવાનો આદેશ આપી શકે છે.

Related posts

પેરા વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં માનસી જોશીએ ગોલ્ડમેડલ જીત્યો…

Charotar Sandesh

હાથરસ કેસઃ સુપ્રીમ કોર્ટનો આદેશ, CBI તપાસ પર અલ્હાબાદ હાઈકોર્ટ રાખશે દેખરેખ…

Charotar Sandesh

રિલાયન્સને મોટો ઝટકો : ટીસીએસ સૌથી વધુ માર્કેટ કેપિટલાઇઝેશનવાળી કંપની બની…

Charotar Sandesh