Charotar Sandesh
ગુજરાત

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો ભાવનગર, અમરેલી, બોટાદનો પ્રવાસ મોકૂફ…

ગાંધીનગર : ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. જોકે આ દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લીના જાહેર કાર્યક્રમ પડતો મૂકવામાં આવ્યો છે. આ સિવાય આગામી ૯ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયો હતો, તે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. તારીખ ૯ અને ૧૦ના રોજ ભાવનગરમાં નારી ચોકડીથી કાર રેલી દ્વારા સીઆર પાટિલના સ્વાગત સન્માનનો કાર્યક્રમ હતો. બાદમાં શહેરભરમાં રેલી, કાર્યકરો સાથે મિલન મુલાકાત અને પ્રબુદ્ધ નાગરિકોને મળવાનો કાર્યક્રમ ઘડાયો હતો. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સાબરકાંઠામાં ભાજપના કાર્યકરોને ૧૮૨ વિધાનસભા બેઠક જીતવાનો સંકલ્પ કરવા આહવાન કર્યું છે.
તેમણે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી દરમિયાન ૧૭૩ સીટમાં પ્લસ છીએ તેને જાળવીને ૧૮૨ સુધી પહોંચવા અનુરોધ કર્યો છે. વિધાનસભાની ૪ સીટ એવી છે જે ક્યારેય જીત્યા જ નથી તેને જીતવાની છે. કોઈ પણ વિધાનસભામાં ૨૫૦૦૦થી ઓછી લીડ મંજૂર નથી. જીત માટે જે નક્કી કરીયે એ પ્રામાણિકતાથી કરવું જરૂરી છે. સીઆર પાટિલે કહ્યું હતું કે હું પ્રદેશ પ્રમુખ હોવા છતાં પેજ પ્રમુખ છું જેમાં હું કોઈ નાનમ અનુભવતો નથી. પેજ પ્રમુખ દરેક સમાજમાંથી એક નામ સમિતિમાં આપે એનો પ્રયાસ કરવો જોઈએ. દેશમાં નવસારી લોકસભાની બેઠક સૌથી વધુ લીડથી જીતવાનું કારણ જ પેજ સમિતિ છે.

Related posts

રાજ્યમાં ૨૧ જાન્યુ.ની આસપાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય તેવી સંભાવના…

Charotar Sandesh

સી.આર.પાટીલની ‘નિયમો તોડુ’ રેલીમાં ગરબા રમનારા સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના પોઝીટીવ…

Charotar Sandesh

વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું

Charotar Sandesh