Charotar Sandesh
ઈન્ડિયા

ભાજપ ૨૦૦થી વધુ બેઠકો જીતીને સોનાર બાંગ્લાનું સપનું સાકાર કરશે : કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

શાહનો બે દિવસીય પ.બંગાળ પ્રવાસ : દીદી પર વરસ્યા…

શાહે મિદનાપુર રેલીમાં ટીએમસીને ઉખાડી ફેંકવા લોકોને અપીલ કરી,ચૂંટણી સુધીમાં ટીએમમાં મમતા એકલા પડી જશે…

મિદનાપુર : પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજનો દિવસ રાજકીય ઉલટફેરનો રહ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીની હાજરીમાં ટીએમસીના દિગ્ગજ નેતા અને મમતાના ખાસ ગણાતા શુભેન્દુ અધિકારી સાથે એક સાંસદ અને ૯ ધારાસભ્યો ઉપરાંત ટીએમસી, ડાબેરી અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે મિદનાપુરમાં એક રેલીને સંબોધતા ટીએમસી સુપ્રીમ મમતા બેનરજી પર પ્રહારો કર્યા હતા. શાહે દાવો કર્યો હતો કે આ વખતે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ૨૦૦થી વધુ બેઠકો સાથે સ્પષ્ટ બહુમત મેળવીને સરકાર રચશે.
અગાઉ અમિત શાહે ખુદીરામ બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ રામકૃષ્ણ આશ્રમમાં પૂજા-અર્ચના કરી હતી. બંગાળમાં બે દિવસની મુલાકાતે આવેલા અમિત શાહે મિદનાપુરમાં રેલી સંબોધી હતી. પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરોની હત્યાના મામલે અમિત શાહે કહ્યું કે મમતા દીદી તમારા રાજ્યમાં ભાજપના ૩૦૦થી વધુ કાર્યકરોની હત્યા થઈ છે. પરંતુ એક વાત યાદ રાખજો કે જેટલા લોકો પર અત્યાચારો થશે તેટલા વધુ જુસ્સાથી કાર્યકરો ચૂંટણીમાં કામ કરશે. ભાજપ આવા કૃત્યથી ડરવાનું નથી. અમિત શાહે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના કાફલા પર કરાયેલા હુમલાની પણ નિંદા કરી હતી.
ભાજપમાં જોડાયેલા તમામ લોકોને શાહે અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે ચૂંટણી યોજાશે ત્યાં સુધીમાં મમતા દીદી એકલા પડી જશે. મમતા દીદી ફક્ત સંકીર્ણ રાજકારણ કરી રહ્યા છે. ભત્રીજાને સીએમ બનતો જોવા માંગે છે. તેઓ કેન્દ્રની યોજનાઓનો લાભા રાજ્યના ખેડૂતો સુધી નથી પહોંચાડી રહ્યા. પરંતુ ભાજપનું ધ્યેય સોનાર બાંગ્લા છે. આજે રેલીમાં ઉમટેલી સ્વયંભૂ ભીડ જ મમતા બેનરજીને આગામી ચૂંટણીમાં જવાબ આપશે અને અમે બંગાળને સોનાર બાંગ્લા બનાવીશું તેવો દાવો અમિત શાહે કર્યો હતો. છેલ્લે ગૃહ મંત્રીએ લોકોને ટીએમસીને બંગાળમાંથી ઉખાડી ફેંકવા જણાવ્યું હતું અને ત્રણ દાયકા કોંગ્રેસને જ્યારે ૧૦ વર્ષ ટીએમસીને આપ્યા છે ત્યારે પાંચ વર્ષ ભાજપને પણ આપવા અપીલ કરી હતી.

Related posts

રાહુલ ગાંધીએ આર્થિક સંકટ, બેરોજગારીના મુદ્દા ઉઠાવ્યા તે ઉચિત છે : પાયલટ

Charotar Sandesh

વડાપ્રધાન મોદી સિવાય દરેકને સેના પર ભરોસો છો : રાહુલ ગાંધી

Charotar Sandesh

દેશમાં લોકતંત્ર છે, પણ દરેક વ્યક્તિ વિરોધના નામે રસ્તા રોકવા લાગશે તો કેમ ચાલશે? : સુપ્રિમ

Charotar Sandesh