Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારતનો ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ શ્રીલંકામાં મચાવશે તરખાટ…

૨૬મી નવેમ્બરથી શ્રીલંકામાં લંકા પ્રીમિયર લીગનો પ્રારંભ…

ન્યુ દિલ્હી : ૨૦૧૧માં ભારતીય ક્રિકેટ ટીમ ધોનીની આગેવાની હેઠળ વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે ટીમનો હિસ્સો રહી ચૂકેલો ઝડપી બોલર મુનાફ પટેલ હવે લંકા પ્રીમિયર લીગમાં રમવાનો છે. ૨૬મી નવેમ્બરથી શ્રીલંકામાં લંકા પ્રીમિયર લીગનો પ્રારંભ થઈ રહ્યો છે. ભરુચ નજીક ઇખર ગામના વતની મુનાફ પટેલે કેન્ડી ટસ્કર્સ સાથે આ લીગ માટેના કરાર કરેલા છે. માત્ર મુનાફ જ નહીં પરંતુ અન્ય એક ગુજરાતી સ્ટાર ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ અને કેરેબિયન સુપર સ્ટાર ક્રિસ ગેઇલ પણ કેન્ડી ટસ્કર્સ માટે જ રમવાના છે.
હકીકતમાં અગાઉ નક્કી કરેલી ટીમમાં મુનાફ પટેલ ન હતો પરંતુ તેને તથા પાકિસ્તાનના સોહૈલ તનવીરને હવે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બંને ક્રિકેટર વહાબ રિયાઝ અને લિયમ પ્લન્કેટને સ્થાને ટીમમાં લેવામાં આવ્યા છે. લંકા પ્રીમિયર લીગ ૨૬મી નવેમ્બરથી શરૂ થશે અને ત્રણ સપ્તાહ ચાલશે તથા તેમાં પાંચ ટીમ ભાગ લેનારી છે.

Related posts

વાઈડ બોલને લઇ ધોનીએ એમ્પાયર પર કર્યું દબાણ, ફેન્સ ટિ્‌વટર પર વ્યક્ત કરી નારાજગી

Charotar Sandesh

ટી-૨૦ રેન્કિંગ : ’હેટ્રિક મેન’ લસિથ મલિંગાએ ૨૦ સ્થાનોની છલાંગ લગાવી…

Charotar Sandesh

હું આ એવોર્ડ મેળવવા માટે યોગ્ય નથી…

Charotar Sandesh