Charotar Sandesh
ઈન્ડિયા

ભારતમાં કોરોના કેસનો આંકડો ૭૪,૨૯૨ પર પહોંચ્યો, મૃત્યુઆંક-૨,૪૧૫

શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં તેલંગાણાથી ઝારખંડ આવેલો એક મુસાફર કોરોના પોઝિટિવ…

ગાંધીનગર : દેશમાં અત્યાર સુધી સંક્રમિતોનો આંકડો ૭૪,૨૯૨એ પહોંચ્યો છે અને ૨,૪૧૫ લોકોના મોત થયા છે. સાથે જ અત્યાર સુધી ૨૪,૪૫૩ લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે ૨૪,૪૨૭ સંક્રમિતો સાથે મહારાષ્ટ્ર પહેલા નંબરે છે અને બીજા નંબરે ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા ૮,૯૦૪ થઈ ગઈ છે. અને હવે તમિલનાડુ ૮,૭૧૮ સંક્રમિતો સાથે ત્રીજા નંબરે આવી ગયું છે.

ઝારખંડના સ્વાસ્થ્ય સચિવ નિતિન મદાન કુલકર્ણીએ બુધવારે જણાવ્યું કે, એક વ્યક્તિ જે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં સોમવારે રાતે રાંચી પહોંચ્યો હતો. તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧૭૩ થઈ ગઈ છે.

શાંઘાઈ સહયોગ સંગઠનની બુધવારે બેઠક છે. જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર સામેલ થશે. જેમાં ખાસ કરીને કોરોના વાઈરસ સામે લડવા અંગે ચર્ચા કરાશે. આ તમામ એક બીજા સાથે વીડિયો કોન્ફરન્સથી જોડાશે.

Related posts

દેશમાં કોને નોકરી અને ૧૫ લાખ રૂપિયા મળ્યા : રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ

Charotar Sandesh

પ્રણવ મુખર્જીની તબિયતમાં સુધારો,ટૂંક સમયમાં આપણી વચ્ચે હશે : પુત્રનું ટિ્‌વટ

Charotar Sandesh

સબરીમાલા વિવાદઃ કેસ હવે સાત જ્જોની બેન્ચને સુપ્રત કરાયો…

Charotar Sandesh