Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારતમાં રમાનાર ફીફા અંડર-૧૭ મહિલા વર્લ્ડ કપ ૨૦૨૦ રદ્દ…

ન્યુ દિલ્હી : કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચેલો છે. અને દરેક જગ્યાએ વિચિત્ર સન્નાટો છવાઈ ગયો છે. આ રોગચાળાની અસર રમતગમત પર પણ પડી છે અને ઘણી મોટી લીગ અને ટૂર્નામેન્ટ્‌સ રદ કરવામાં આવી છે. ભારતમાં તેના વધી રહેલા પ્રકોપને ધ્યાનમાં રાખીને ફીફાએ આગામી મહિલા અન્ડર ૧૭ વર્લ્ડ કપ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ભારતે ૨ થી ૨૧ નવેમ્બર સુધી આ મોટી ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું.

કોરોના વાયરસના વધતા જતા ખતરા સાથે, ફીફા અન્ડર ૧૭ વર્લ્ડ કપ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્લ્ડ કપ મુંબઈ, ગુવાહાટી, અમદાવાદ, કોલકાતા અને ભુવનેશ્વરમાં યોજાવાનો હતો. ફિફા અંડર ૧૭ ઉપરાંત, મહિલા ફીફા અન્ડર ૨૦ વર્લ્ડ કપ પણ મુલતવી રાખવામાં આવ્યો છે, જે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પનામા અને કોસ્ટારિકામાં રમાવાનો હતો.

ફીફા પ્રમુખ જિયાની ઈનફેનટિનોએ કહ્યુ, આખી દુનિયામાં કોઈ જાણતું નથી કે, ફૂટબોલની પ્રતિયોગિતા ક્યારે શરૂ થશે. ઇન્ફન્ટિનોએ કહ્યું કે ભયજનક કોરોના વાયરસ રોગચાળાને કારણે ફૂટબોલ હવે મહત્વનો નથી.

Related posts

રોહિત શર્મા ટી૨૦માં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્‌સમેન હશેઃ ડ્‌વેન બ્રાવો

Charotar Sandesh

ધીમા ઓવર રેટ માટે કેપ્ટન શ્રેયસ અય્યરને ફટકારાયો ૧૨ લાખ રૂપિયાનો દંડ

Charotar Sandesh

વર્કલોડની અસર છતાં ત્રણ વર્ષ સુધી ત્રણેય ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખીશ : કોહલી

Charotar Sandesh