Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી વિશ્વમાં પાંચમાં સૌથી ધનિક વ્યક્તિ બન્યા…

આઠ જ દિવસમાં સંપત્તિમાં ૨.૬ અબજ ડોલરનો ઉમેરો થયો…

મુંબઇ : વિશ્વસ્તરે ભારતીય બિઝનેસ મેન મુકેશ અંબાણી એક પછી એક સિદ્ધિઓ મેળવતા જાય છે. હાલમાં જ જૂલાઇના બીજા અઠવાડિયે એટલે ૧૪ જૂલાઇના રોજ મુકેશ અંબાણી વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા, એ સમયે તેમની કુલ સંપત્તિ ૭૨.૪ અબજ ડોલર હતી. હવે ૨૨ જૂલાઇએ એક ક્રમ આગળ આવીને તેઓ વિશ્વના પાંચમા સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયા છે. આઠ જ દિવસમાં તેમની સંપત્તિમાં ૨.૬ અબજ ડોલરનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં ૧૮૫.૮ અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે જેફ બેજોસ પહેલા સ્થાને, ૧૧૩.૧ અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે બિલ ગેટ્‌સ બીજા સ્થાને, ૧૧૨ અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે બનોર્ડ અનોલ્ટ એન્ડ ફેમિલી ત્રીજા ક્રમે, ૮૯ અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે ફેસબુકના માર્ક ઝુકરબર્ગ ચોથા ક્રમે છે.
મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ઝુકરબર્ગથી ૧૪.૪ અબજ ડોલર ઓછી છે. અંબાણી પછી ૭૨.૭ અબજ ડોલરની સંપત્તિ સાથે વોરન બફેટ છઠ્ઠા સ્થાને છે, એ પછી લૈરી એલિસિન સાતમા, એલન મસ્ક આઠમાં ક્રમે, સ્ટીવ બાલ્મર નવમા સ્થાને અને લૈરી પૈજ દસમા ક્રમે છે.

Related posts

’અચ્છે દિન’નુ વાજુ વગાડતી સરકારે ઈકોનોમીમાં પંક્ચર પાડ્યુ : પ્રિયંકા ગાંધી

Charotar Sandesh

મહારાષ્ટ્ર સ્થિતિ વણસી : કોરોનાના એક દિવસમાં ૪૩,૦૦૦ રેકોર્ડબ્રેક કેસ નોંધાયા…

Charotar Sandesh

કોરોના સંક્ટ : ૨૪ કલાકમાં નવા ૩૭,૧૪૮ કેસ નોંધાયા, ૫૮૭ના મોત…

Charotar Sandesh