Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વેક્સિન લીધી, કહ્યું- વેક્સિન લો અને સુરક્ષિત રહો…

ન્યુ દિલ્હી : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે વેક્સિન લીધી છે. તેણે બધાને વેક્સિન લેવાની અપીલ કરી છે. કોહલીએ પોતાની સો.મીડિયા સ્ટોરીમાં લખ્યું, બને એટલી જલ્દી વેક્સિન લો અને સુરક્ષિત રહો.
વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા સાથે InThisTogether અભિયાનમાં ૨ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે અને સાત કરોડ ભેગા કરવાનુ લક્ષ્ય રાખ્યું છે. વિરાટ અને અનુષ્કાના અભિયાનમાં માત્ર ૨૪ કલાકની અંદર ૩.૬ કરોડ રૂપિયા જમા થયા હતા.
અનુષ્કાએ ૩.૬ કરોડ રૂપિયાનું ફંડ ભેગું થયા બાદ જેણે પણ ડોનેશન આપ્યું, તે તમામનો આભાર માન્યો હતો. એક્ટ્રેસે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ’તે તમામ લોકોની આભારી છું, જેમણે અત્યાર સુધી ડોનેશન આપ્યું. તમારા યોગદાન માટે આભાર. આપણે અડધો રસ્તો પાર કરી ચૂક્યા છીએ. ચાલો આગળ વધતા જઈએ. InThisTogether
આ અભિયાન કેટ્ટો પર ૭ દિવસ સુધી ચલાવવામાં આવશે. આ ફંડમાં ભેગી થયેલી રકમ ACT ગ્રાન્ટ્‌સને આપવામાં આવશે. ACT અભિયાનનો ઈમ્પ્લિમેન્ટેશન પાર્ટનર છે. ACT કોરોનાકાળમાં ઓક્સિજન, દવા, મેનપાવર, વેક્સિનેશન તથા નાગરિકોમાં જાગૃતતા વધારવાનું કામ કરે છે.

Related posts

ગાંગુલી-શાહનો કાર્યકાળ વધારવા સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યુ બીસીસીઆઇ…

Charotar Sandesh

કોરોનાના કારણે ભારતીય ટીમના ૨૦૨૦-૨૧ના ક્રિકેટ શિડ્યુલમાં ફેરફાર થવાની સંભાવના

Charotar Sandesh

ભારત બેકફૂટ પર : બીજી ઇનિંગ્સમાં ૯૦ રનમાં છ વિકેટ ગુમાવી…

Charotar Sandesh