Charotar Sandesh
વર્લ્ડ

ભારતીય સેનાનું પરાક્રમ જોઇ પોતાના સૈનિકોથી નારાજ થયા ચીનના રાષ્ટ્રપતિ…

જિનપિંગ જલદી સેનામાં મોટા ફેરફાર કરી શકે છે…

બેઇજિંગ : ભારતીય સેનાનું પરાક્રમ જોયા બાદ ચીનના સૈનિકો હવે તેમની સરકારની ટીકા સહન કરી રહી છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ પીપલ્સ લિબરેશન આર્મી ના તે કમાન્ડરથી નારાજ છે, જેમણે પેંગોંગના દક્ષિણ વિસ્તારમાં સેનાના અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. સમાચાર મળી રહ્યાં છે કે, જિનપિંગ જલદી સેનામાં મોટા ફેરફાર કરી શકે છે. લદાખના પેંગોંગ વિસ્તારમાં ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે ભારતીય સેનાએ ઘુસણખોરી કરતા ચીનના સૈનિકોને ભગાડ્યા હતા. તેમના સૈનિકોના આ રીતે મેદાનમાંથી ભાગવાની વાત જ્યારે જિનપિંગ સુધી પહોંચી તો તે નારાજ થયા હતા.
ચીન કોમ્યુનિસ્ટ પાર્ટીએ પણ સેનાથી તેમની નારાજગી વ્યક્ત કરી હતી. સામાન્ય રીતે આ પ્રથમ વખત નથી જ્યારે ભારતીય સેનાએ ચીનને વળતો જવાબ આપ્યો છે. ૧૫ જૂનના ગલવાન ખીણ હિંસામાં પણ ચીનની સેનાએ મોટું નુકસાન ઉઠાવું પડ્યું હતું. ખાસ વાત એ છે કે, તે દિવસે રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમના ૬૭ના જન્મદિવસ ઉજવી રહ્યા હતા અને તેમને મોટી સંખ્યામાં તેમના સૈનિકોના મોતના સમાચાર મળ્યા હતા.
નપિંગ ગલવાન ઘટનાને લઇને સેનાનાથી નારાજ હતા અને જ્યારે ૨૯-૩૦ ઓગસ્ટના ભારતીય સેનાએ ફરી એકવાર તેમનું પરાક્રમ દેખાડ્યું તો તેમની નારાજગી વધી ગઇ છે. કેટલીક મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કોમ્યુનિસ્ટ પાર્ટી ઁન્છ કમાન્ડરથી આ વાતને લઇને પણ નારાજ છે કે, તેમણે સ્પંગગુર વિસ્તારમાં આમને સામને સંઘર્ષથી બચવા માટે સેના સાથે પીછેહટ કરી. જો કે, આ સંબંધમાં સત્તાવાર રીતે અત્યાર સુધીમાં કોઇ જાણખારી સામે આવી નથી.

Related posts

અશરફ ગની દેશનો ખજાનો લૂંટી ભાગ્યા : હેલિકોપ્ટર, ચાર કાર અને કરોડો રૂપિયા હોવાનો આરોપ

Charotar Sandesh

ચીનમાં કોરોના વાયરસનો કાળો કેરઃ ૪૧ લોકોને ભરખી ગયો…

Charotar Sandesh

US Election : ડોનાલ્ડ ટ્રમ્પ હાર્યા, જો બાઇડેન બનશે અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ…

Charotar Sandesh