Charotar Sandesh
ઈન્ડિયા

ભારતી એરટેલને વધુ એક ઝટકો : વાણિજ્ય મંત્રાલયે બ્લેકલિસ્ટ કરી…

નિકાસ સંબંધિત શરતો પૂરી ન થવાને કારણે કાર્યવાહી કરાઇ…

ન્યુ દિલ્હી : ભારતી એરટેલ હજી પણ એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ (એજીઆર) ની બાકી રકમ આપવા સંઘર્ષ કરી રહી હતી કે તેની સામે એક નવી મુશ્કેલી આવી પડી છે. વાણિજ્ય મંત્રાલયે ભારતી એરટેલ પર કાર્યવાહી કરી છે. મંત્રાલયે સુનીલ મિત્તલના નેતૃત્વવાળી આ કંપનીને આયાત પર મળનારા ટેક્સ છૂટના મામલે બ્લેક લિસ્ટ કરી દીધી છે.
નિકાસ સંબંધિત શરતો પૂરી ન થવાને કારણે એરટેલ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. ખબરો અનુસાર વાણિજ્ય મંત્રાલય અંતર્ગત આવનારા વિદેશ વેપાર ડિરેક્ટોરેટ જનરલે એરટેલને ‘ડિનાઇડ લિસ્ટ’માં નાંખી દીધી છે. ભારતી એરટેલે એક્સપોર્ટ પ્રમોશન કૈપિટલ ગુડ્‌સ સ્કિમ (EPCG) અંતર્ગત નિકાસ જવાબદારીઓ પૂરી કરી નથી
જે કંપનીઓને ડિનાઇડ એન્ટ્રી લિસમાં નાંખવામાં આવી છે જેમના આયાત લાઇસન્સ સમાપ્ત થાય છે. કંપની હવે વિદેશ વેપાર ડિરેક્ટોરેટ જનરલ અંતર્ગત કોઇ પણ પ્રકારની આયાતનો ફાયદો અથવા લાઇસન્સ હાંસલ કરી શક્શે નહી.

નોંધનિય છે કે, જિયોના આવ્યા બાદ તગડી પ્રતિસ્પર્ધા અને એજીઆર પર હજારો કરોડની રકમ સરકારને આપવાની જવાબદારી હોવાના કારણે એરટેલની હાલત પહેલા કરતા વધારે ખરાબ છે. EPCG સ્કિમ અંતર્ગત કોઇ કંપનીને નિકાસ માટે માલ અને સેવાઓ તૈયાર કરવા માટે કૈપિટલ ગુડ્‌સની આયાત શૂન્ય સીમા ટેક્સ પર કરવાની પરવાનગી મળે છે. આ સુવિધા હાંસલ કરનારી કંપનીએ આ પ્રકારે જેટલો ટેક્સ બચાવ્યો છે તેના છ ગણા બરાબર નિકાસ કરવાની હોય છે પરંતુ એરટેલે આ શરતની પૂર્ણ કરી નહી.

Related posts

બેરોજગારી મુદ્દે મોદી સરકારને હેરાન કરી દેનારા આંકડા CMIEએ જાહેર કર્યા

Charotar Sandesh

ઇરાકમાં ઇદ પહેલાં ISISનો બ્લાસ્ટ : ૩૦ના મોત, ૩૫ ઘાયલ

Charotar Sandesh

ગેંગસ્ટર વિકાસ દુબેની સાથે ૨૦૦ પોલીસ કર્મીઓનુ કનેક્શન બહાર આવ્યુ…

Charotar Sandesh