Charotar Sandesh
વર્લ્ડ

ભારતે વિશ્વભરમાં કોરોના વૅક્સીનના ૧૬૦ કરોડ ડોઝ બુક કરાવ્યાં…

લંડન : કોરોનાની રસીના ’કન્ફર્મ ડોઝ’ બૂકિંગના મામલે ભારત દુનિયામાં પહેલા નંબર પર છે. અત્યાર સુધીમાં તે ૧.૬ બિલિયન એટલે કે ૧૬૦ કરોડ વેક્સીનના ડોઝના ઓર્ડર આપી દીધા છે. એટલે કે ૮૦ કરોડ લોકો માટે પૂરતા ડોઝનુ બૂકિંગ થઈ ગયું છે. ડ્યુક યુનિવર્સિટી દુનિયાભરના વેક્સીન માટેના ઓર્ડર પર નજર રાખી રહી છે. ૩૦ નવેમ્બર સુધીનો યુનિવર્સિટી પાસે ડેટા છે જેમાં ભારતે સૌથી વધારે ડોઝ યુરોપિયન યુનિયનએ બૂક કરી રાખ્યા છે, જ્યારે અમેરિકા ત્રીજા નંબર પર છે. EU ને ૧.૫૮ બિલિયન ડોઝ મળશે અને અમેરિકાને ૧૦૦ કરોડથી વધારે. શરત એટલી છે કે વેક્સીન ટ્રાયલમાં સફલ સાબિત થાય અને તેના ઉપયોગની મંજૂરી મળે.
ઓક્સફોર્ડ એસ્ટ્રોજેનની વેક્સીન લગભગ તમામે બૂક કરી રાખી છે. સૌથી વધારે ૧.૫ બિલિયન ડોઝ આ જ વેક્સીનના બૂક થયા છે. ભારત સિવાય અમેરિકાએ પણ તેના ૫૦૦ મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે. આ સિવાય નોવાવેક્સની વેક્સીનની ૧.૨ બિલિયન ડોઝ પણ બૂક થઈ ગયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને નવેમ્બરમાં કહ્યું હતું કે ભારતે જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૧ સુધી ૫૦ કરોડ ડોઝ મેળવવા માટે વેક્સીન નિર્માતાઓના સંપર્કમાં છે. ડ્યુક યુનિવર્સિટીના ડેટા દર્શાવે છે કે ભારતે અત્યાર સુધીમાં ત્રણ ગ્લોબલ વેક્સીન કેન્ડિડેટ્‌સની ડીલ કરી છે. અમેરિકા અને EUએ ૬-૬ વેક્સીન નિર્માતાઓ સાથે સોદો કર્યો છે. સૌથી વધારે કંપનીઓ સાથે ડીલ કેનેડા અને યુનાઈટેડ કિંગડમ (UK) છે જેમણે ૭ ડેવલપર્સ પાસે ૩૫૦ મિલિયનથી વધારે ડોઝ બૂક કરી રાખ્યા છે. યુનિવર્સિટીના એનાલિસિસમાં ચીન અને રશિયાનો સમાવેશ નથી થતો. આ બન્ને દેશોમાં પોતાના નાગરિકો માટે અલગ-અલગ વેક્સીન કેમ્પેન ચાલી રહ્યા છે.
ભારતને એસ્ટ્રાજેનેકાથી ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ૫૦૦ મિલિયન ડોઝ મળશે. આ વેક્સીન દેશમાં કોવિશીલ્ડ નામથી ઉપલબ્ધ હશે. એસ્ટ્રાજેનેકાએ સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા સાથે ૧ બિલિયન જોઝની ડીલ કરી છે. SII દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા છે. પાછલા દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SIIની વેક્સીન ફેસેલિટીની મુલાકાત કરીને વેક્સીન ડેવલપમેન્ટ પર અપડેટ લીધી હતી.

Related posts

ચીનની કોરોના માટેની વેક્સિન હ્યુમન ટ્રાયલના બીજા સ્ટેજમાં પણ સફળ…

Charotar Sandesh

કોરોના વાયરસ થકી ચીને અમેરિકા પર હૂમલો કર્યો : ટ્રમ્પનો આરોપ

Charotar Sandesh

૧૬૦ અબજ ડૉલરના ચાઇનીઝ આયાત પર અમેરિકા ટેરિફ લાગુ નહિ કરે…

Charotar Sandesh