Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ સ્પેશ્યલ ડ્યૂક બૉલથી રમાશે…

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ…

સાઉથમ્પ્ટન : ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ૧૮ જૂનથી ૨૨ જૂન સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમાવવાની છે. બે વર્ષથી ચાલી રહેલી આ ખાસ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ પર આખી દુનિયાની નજર છે. ફાઇનલ માટે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો પુરેપુરી રીતે તૈયાર છે.
આઇસીસી તરફથી પહેલીવાર આયોજિત આ મહામુકાબલાને ખાસ બૉલથી રમાડવામાં આવશે. જેની પહેલી તસવીર પણ રિલીઝ કરી દેવામા આવી છે. બ્લેક કેપ્સ પોતાના અધિકારીક ટ્‌વીટર હેન્ડલ પરથી આ ખાસ બૉલની તસવીર શેર કરી છે.
ખરેખરમાં, ન્યૂઝીલેન્ડે જે ખાસ બૉલની તસવીર શેર કરી છે, તેમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ ૨૦૨૧, ભારત વેસ ન્યૂઝીલેન્ડ લખેલુ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ ડ્યૂક બૉલથી રમાશે. જે ઇંગ્લેન્ડમાં જ બને છે. આ બૉલનો રંગ કૂકાબૂરાની તુલનામાં વધારે ઘાટો હોય છે. બૉલની ચમક લાંબા સમય સુધી યથાવત રહે છે.
આ બૉલથી બેટિંગ કરવી આસાન નથી હોતી, ડ્યૂક બૉલથી સીમ -ફાસ્ટર બૉલરોને વધુ ફાયદો થાય છે. કૂકાબૂરાની તુલનામાં આના વજન અને આકારમાં પણ અંતર હોય છે. ઇંગ્લેન્ડના વાતાવરણમાં આ બૉલથી બેટિંગ કરવી આસાન નહીં રહે. ખાસ વાત છે કે ભારતમાં એમજી બૉલથી ટેસ્ટ મેચ રમાય છે.
ક્રિકેટ રમનારા મોટાભાગના દેશો કૂકાબૂરા બૉલથી જ ટેસ્ટ મેચ રમે છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝમાં ડ્યૂક બૉલનો ઉપયોગ કરવામાં આવે છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ મહાન સ્પીનર અનિલ કુંબલે હંમેશા કહ્યાં કરતા હતા કે આજ ટેસ્ટ ક્રિકેટની સુંદરતા છે. અલગ અલગ દેશોમાં અલગ અલગ હવામાન અને બૉલથી ક્રિકેટ રમાય છે. આનાથી ક્રિકેટરોને તે પ્રમાણે ઢળવુ પડતુ હોય છે.
ભારત વિરુદ્ધ ફાઇનલ મેચ પહેલા બીજે વાટલિંગે સ્ટફ ડૉટ કૉમ ડૉટ ન્યૂઝીલેન્ડને કહ્યું- મને આ મેચનો ઇન્તજાર છે. આ ખુબ રોચક હશે અને આ મેચમાં શાનદાર પ્રદર્શનની કોશિશ કરીશ. જોકે હું તે રીતે જઇશ જેમ બાકીની અન્ય ટેસ્ટ માટે જઇએ છીએ. મારો ટાર્ગેટ જીતનો જ હશે. વાટલિંગ અનુસાર, તેની આ ૭૫મી અને છેલ્લી ટેસ્ટ હશે. કમરની ઇજાના કારણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ગયા અઠવાડિયે બીજી ટેસ્ટમાંથી બહાર રહેલા વાટલિંગે આ મુખ્ય મેચ માટે ટીમમાં વાપસી કરી છે.

Related posts

આ ટીમની સમસ્યાઓ સહાયક સ્ટાફ, મેનેજમેન્ટ અને નેતૃત્વની છે…

Charotar Sandesh

૨૦ વર્ષનો ક્રિકેટર સમીર રિઝવી, જેને ધોનીની ટીમે ૮.૪૦ કરોડ જેટલી મોટી રકમમાં ખરીદ્યો

Charotar Sandesh

માત્ર પૂર્વ કેપ્ટન ધોની જ જાણે છે કે તેઓ શું કરવા માંગે છે : વિજય દાહિયા

Charotar Sandesh