Charotar Sandesh
ગુજરાત

ભારત-ચીન વિવાદ વચ્ચે રાજ્ય સરકારે ચાઈનીઝ મશીન ખરીદ્યાનો નવો વિવાદ શરૂ…

રાજકોટ : ભારત-ચીન વચ્ચે હાલમાં તણાવ ભરી સ્થિતિ છે. ચાઇનિઝ આર્મિ અને ભારતીય સેના વચ્ચે ગત કેટલાક સમયથી ગલવાન ઘાટીમાં યુદ્ધ જેવી સ્થિતિ બની ગઇ છે ત્યારે દેશભરમાં ચાઈનીઝ ચીજ-વસ્તુઓનો બહિસ્કાર થઈ રહ્યો છે ત્યારે સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાત માટે ૧૬ જેટલા મશીન બ્લડ ટેસ્ટ માટે ખરીદી કરવામાં આવ્યા છે. આ મશીન ચાઈનીઝ હોવાનું સામે આવતા ભાજપ-કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. એકતરફ કેન્દ્ર સરકાર દ્વારા ચાઈનીઝ એપ અને ચાઈનીઝ ચીજ વસ્તુઓ પર એક બાદ એક પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે ત્યારે આત્મનિર્ભર ભારત બનાવવા ભારત ચીજ ખરીદી કરવા આગ્રહ રાખવામાં આવી રહ્યો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ સહિત અલગ અલગ હોસ્પિટલમાં બલ્ડ ટેસ્ટ માટે ૧૬ જેટલા ચાઈનીઝ માશીનો મોકલવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે સરકાર અને આરોગ્ય વિભાગને દોષનો ટોપલો ઠલાવ્યો છે. જેમાં એકતરફ દેશના જવાનો ચાઈના સામે લડી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ચાયનિઝ મશીન ખરીદી કરી. દેશના જવાનો માટે ગોળી ખરીદી કરવા રૂપિયા ચાઇનાને આપી રહ્યા છે. કોંગ્રેસનાં નેતા ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું કે, આ મશીન ભારતમાં પણ બને છે જર્મનીમાં પણ બને તો ત્યાંથી ખરીદી કેમ ન કરવામાં આવી.
ચીનમાંથી જ કેમ ખરીદી કરવામાં આવી. તો બીજી બાજૂ ભાજપના નેતા ડો. જયમીન ઉપાધ્યાયે કહ્યું, કોંગ્રેસ ટીવીમાં દેખાવ માટે ખોટા નાટકો કરે છે. દેશમાં કોરોનાનો કહેર છે ત્યારે બ્લડ સેમ્પલ માટે જરૂરી છે. જોકે ભાજપનાં નેતાએ પિતાની વાત ઇચ્છી રાખવા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતાં. ભાજપ કોંગ્રેસ રાજકારણ કરી રહ્યા છે ત્યારે મોટો સવાલ એ ઉતપન્ન થઈ રહ્યો છે ચાઈનીઝ વસ્તુઓ બહિષ્કાર વચ્ચે સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા કેમ ચાઈનીઝ મશીન ખરીદી કરવામાં આવ્યા એ મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે.

Related posts

રાજ્યના આરટીઓમાં ત્રણ મહિનાથી કાર્ડની અછત સર્જાતા ડ્રાઈવિંગ લાયસન્સની પ્રિન્ટ માન્ય ગણાશે

Charotar Sandesh

રાજકોટમાં વડાપ્રધાનના હસ્તે ૧૧૮ કરોડના લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત…

Charotar Sandesh

કોંગ્રેસ દ્વારા “બેરોજગાર અઠવાડીયું” નામના કાર્યક્રમની શરૂઆત કરાઇ…

Charotar Sandesh