Charotar Sandesh
ઈન્ડિયા

ભારત-ચીન વિવાદ : વડાપ્રધાને ૧૯ જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી…

૧૯ જૂને સાંજે ૫ કલાકે વીડિયો કોન્ફરન્સ યોજાશે…

ન્યુ દિલ્હી : ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં ૨૦ સૈનિકો શહીદ થયા છે. બંને દેશો વચ્ચે ઊભી થયેલી સ્ફોટક સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯ જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ભારત-ચીન સરહદની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. ૧૯ જૂને સાંજે ૫ વાગ્યે આયોજિત થનારી આ વર્ચ્યૂઅલ બેઠકમાં અનેક પાર્ટીઓના પ્રમુખો સામેલ થઈ શકે છે. વડાપ્રધાન કાર્યલયના ટિ્‌વટર હેન્ડલ પરથી આ જાણકારી આપવામાં આવી છે.

તો આ પહેલા, ગલવાન ઘાટીમાં ચીન સાથેના તણાવ બાદ મોડી રાત્રે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી એટલે કે સીસીએસની મહત્વપૂર્ણ બેઠક મળી. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ તેમજ વિદેશપ્રધાન એસ. જયશંકર ઉપસ્થિત રહ્યા. જે બાદ વડાપ્રધાન મોદી અને અમિત શાહ વચ્ચે મોડી રાત્રિ સુધી આગામી રણનીતિ મુદ્દે મંથન ચાલ્યું.

Related posts

દીદીના ગઢમાં શાહનો હૂંકાર : પં.બંગાળમાંથી ટીએમસીને ઉખાડી ફેંકીશું…

Charotar Sandesh

દિલ્હી-બિહારમાં‘બંધી’ સરકાર, હવે પરિવર્તનની લહેર : સોનિયા ગાંધી

Charotar Sandesh

ઉત્તપ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડતાં ૨૮ લોકોના મોત…

Charotar Sandesh