Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારત પાસે ફાસ્ટ બોલિંગનો એટેક, માત્ર કોહલી પર ફોકસ નહીં કરીએ : વિલિયમસન

વેલિંગ્ટન : ટેસ્ટ મેચની સીરિઝ શરૂ થવા પહેલા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસને ગુરૂવારે કહ્યું કે તેમની ટીમ શુક્રવારથી શરૂ થનારી પહેલી ટેસ્ટમાં ભારતીય બોલર્સનો એટેક પહેલા બરોબર ચેક કરશે પછી ધૈર્ય સાથે બેટીંગ આગળ વધારશે. વિલિયમસને કહ્યું- ઓસ્ટ્રેલિયામાં ત્યાંના ફાસ્ટ બોલર્સની સરખામણીએ આ બિલકુલ અલગ હશે. અહીં પરિસ્થિતિ એકદમ અલગ છે. ભારત પાસે વર્લ્ડ ક્લાસ ફાસ્ટ બોલિંગ એટેક છે જેમણે દરેક પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયામાં મળેલી હાર બાદ અમે જીતવા માંગીએ છીએ. અમે તે સીરિઝમાંથી બોધપાઠ લીધો છે પરંતુ અહીં અમે અમારી ગેમ પ્રમાણે જ રમીશું.

ઓસ્ટ્રેલિયામાં ન્યૂઝીલેન્ડને ૩-૦ સાથે સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમાં પેટ કમિન્સ, હેઝલવુડ અને મિશેલ સ્ટાર્કે ન્યૂઝીલેન્ડના બેટ્‌સમેનને પરેશાન કરી મૂક્યા હતા. બેસિન રિઝર્વની પીચ વિશે વિલિયમસને કહ્યું- અહીં શરૂઆતમાં બોલર્સને મદદ મળશે પરંતુ બાદમાં બેટ્‌સમેન માટે પીચ સરળ બની જશે. તેમાં સંતુલન છે તેથી સૌને મદદ મળશે. વિરાટ કોહલીની વિકેટ અગત્યની છે પરંતુ તેમની ટીમ માત્ર વિરાટ પર ફોકસ કરતી નથી.

Related posts

વિરાટ વનડેના બેસ્ટ પ્લેયર્સમાંથી એક, અમારે તેને આઉટ કરવાની રીત શોધવી પડશેઃ ફિન્ચ

Charotar Sandesh

ધોનીની લોકપ્રિયતાએ તો તેંડુલકર અને કોહલીને પણ પછાડ્યાઃ ગાવસ્કર

Charotar Sandesh

રાષ્ટ્રીય ટીમમાં પરત ફરતા પહેલા ફિટનેસ ટેસ્ટ આપવી પડશે : રોહિત શર્મા

Charotar Sandesh