Charotar Sandesh
વર્લ્ડ

ભારે વરસાદે બ્રાઝિલના રાજ્યોમાં વિનાશ નોતર્યોઃ ૪૫ના મોત…

મિનસ જેરાઇસની રાજધાની બેલોમાં ૨૪ કલાકમાં ૧૭૧.૮ મિમી રેકોર્ડ બ્રેક વરસાદ…

રિયો ડી જાનેરો : બ્રાઝિલના મિનસ જેરોઇસ સ્ટેટમાં ભારે વરસાદને કારણે પૂરની ગંભીર સ્થિતિએ ૪૫ લોકોનો ભોગ લઇ લીધો છે. અહીંના ૧૦૦ શહેરોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક મીડિયા મુજબ ૧૮ લોકો હજુ પણ ગુમ છે અને ૧૩ હજારથી વધારે લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

વિતેલા કેટલાક દિવસોથી વરસી રહેલા મૂશળાધાર વરસાદને કારણે અહીં અનેક વરસાદી દુર્ઘટનાઓ બની હતી. જોકે સોમવારે વરસાદનું જોર ઓછુ થતા રાહત-બચાવના કાર્યમાં થોડી અનૂકુળતા મળી હતી. મિનસ જેરાઇસની રાજધાની બેલો હોરિજોત્નેમાં ૨૪ કલાકમાં ૧૭૧.૮ મિમી વરસાદ ખાબક્યો હતો જે એક રેકોર્ડ બન્યો હતો.

મૂશળધાર અને સતત વરસી રેહલા વરસાદને કારમે અહીંની નદીઓમાં પણ ખતરાની સપાટી પાર કરી ચૂકી છે. પૂરમાં રહેણાંક વિસ્તારોમાં ભારે નુકસાનનું હાલમાં કોઇ અનુમાન નથી લેવાયું, પરંતુ પ્રશાસને અતિ ભારે નુકસાનની આશંકા વ્યક્તિ કરી હતી.

Related posts

ભારત-પાક. વચ્ચે તણાવ ઘટ્યો, બંને દેશ ઈચ્છે તો મદદ કરવા તૈયાર છું : ડોનાલ્ડ ટ્રમ્પ

Charotar Sandesh

કોરોના વેકસીન તૈયાર કરવામાં Oxford-AstraZeneca સૌથી આગળ : WHO

Charotar Sandesh

કોઈપણ પરિસ્થિતિમાં આજે જ કીવ છોડો : ભારતીય એમ્બેસીની કડક સલાહ

Charotar Sandesh