Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ભાલેજ પો.સ્ટે.માં ફરજ બજાવતા ટ્રાફિક જમાદારે બાઈક ચાલકને માર મારતા મામલો એરણે ચઢ્યો…

પણસોરા ચોકડી એ છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક પોલીસનું કામ હપ્તા ઉઘરાવતા ગુંડા જેવુ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે…

આણંદ : બનાસકાઠા ખાતે જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને રોકી અભદ્રભાષા વાપરતા હોવાની ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ડી.જીઆઇ.પીને લેખિત ફરિયાદ કર્યાના સમાચારની શાહી હજુ સુકાઈ નથી, તેવામાં આણંદ જીલ્લાના ભાલેજપોલીસ સ્ટેશન્મા ફરજ બજાવતા ટ્રાફિક જમાદાર રેવાભાઇએ મેઘવાના એક ઇસમને માત્ર હેલ્મેટ નહિ પહેર્યાના કારણે સખત માર મારતા મામલો એરણે ચઢ્યો છે, પણસોરા ચોકડી એ છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક પોલીસનું કામ હપ્તા ઉઘરાવતા ગુંડાજેવુ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે, સ્થાનિકો જણાવી રહ્યા હતા કે ટ્રાફિક પોલીસને માત્ર પૈસા ઉઘરાવમાં જ રસ છે,કોરોના ના કારણે માસ્ક તેમજ સોશ્યલ ડીસ્ટનનો કાયદો ઉપલી કમાણી કરવાનો મોકરૂપ બની ગયો છે, સ્થાનિકોએવી પણ ફરિયાદ કરી રહ્યા હતા કે જ્યારથી ભાલેજમાં ટ્રાફિક જમાદાર તરીકે રેવાભાઇ નામના પોલીસ કર્મી મૂકવામાં આવ્યા છે ત્યારથી મરણ પ્રસગે કારજ કામે જતા ડાઘુઓને પણ છોડતા નથી.

રેવાભાઈને ગેરકાયદેસર રીતે મુસાફરો ને લઈ જવાતા વાહનો કેમ નથી દેખાતા, ઓવરલોડ ટ્રકો કેમ નથી દેખાતી ? સ્થાનિકોનો સવાલ…!

પ્રાપ્ત વિગતો મુજબ જૂના રણુજા પગપાળા સંઘ માં જોડવા પાછળ રહી ગએલા પોતાના પિતાને મૂકવા મેઘવાના યશવંતભાઈ રામાભાઈ સોલંકી પોતાની મોટરસાઇકલ નં જી.જે.6 બી.જી 5260 લઈ પણસોરા ચોકડી ગયા હતા જ્યાં ફરજ ઉપર ઉભેલા પોલીસે તેમણે ઊભા રાખી લાઇસન્સ માગ્યું હતું જે આપતા પછી હેલ્મેટ કેમ નથી પહેર્યું તેમ વાંક કાઢતા યશવંતે પોતે નજીક નો મેઘવા ગામનો છુ અને પિતાને સંઘમાં જવા મૂકવા આયો છું તેથી ઉતાવળમા હેલ્મેટ ભૂલી ગયો છુ તેવો જવાબ આપતા ટ્રાફિક જમાદાર નો પારો સાતમા આસમાને પહોચ્યો હતો અને ગંદી ગાળો બોલતા  ગાળો નહિ બોલવાનું કહેતા હજાર પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડના જવાનો ભેગા મળી ડંડા વડે અને લાટો થી પેઢામાં માર મારતા મેગવાનો ઈસમ અર્ધ બેભાન થઈ જતાં ઈમરજન્સી સેવા 108માં પણસોરા અને ત્યાથી નડીઆદ સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો આમ ભાલેજના ટ્રાફિક પોલીસની દાદાગીરીથી સમગ્ર વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો છે,સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ટ્રાફિક જમાદાર રેવાભાઇ વિરુદ્ધ વિસ્તારના રહીશોમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે તેઓની દાદાગીરીનો અગાઉ પણ કેટલાક ઇસમો ભોગ બન્યા ની  ચર્ચા સાભાળવા મળી રહી છે, તેમજ તેઓની બદલી નો ઓર્ડર થઈ ગયો હોવાની પરંતુ ” કમાઉ દીકરો ” હોવાથી તેમણે છુટા કરવામાં નથી આવતા તેવી પણ પોલીસ કર્મીઓ વચ્ચે સાભાળવા મળી રહી છે,તો બીજી તરફ ટ્રાફિક જમાદાર રેવાભાઈ ની હરકતો અંગે રાજ્ય પોલીસ વડા, માનવધિકાર પંચ તેમજ જીએસપીસીએ તેમજ ગૃહમંત્રીને ફરિયાદ કરી હોવાના આધારભૂત સૂત્રો પાસેથી અહેવાલ મળી રહ્યા છે.
  • તસવીર, નિમેશ ગોસ્વામી

Related posts

તૌકતે વાવાઝોડામાં મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને ચાર લાખનો ચેક આપી સહાય અપાઈ..

Charotar Sandesh

તા.૧૧મી ડિસેમ્બર સુધી પોતાના ખાતામાં ઓછામાં ઓછી રૂા.૫૦૦ની સિલક જમા કરી દે…

Charotar Sandesh

સોજીત્રામાં ઉમેદવાર વિપુલ પટેલના પ્રચારાર્થે વડાપ્રધાન મોદીએ જનસભા યોજી : કૉંગ્રેસ પર કર્યા પ્રહાર

Charotar Sandesh