Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભુવનેશ્વર કુમારે પિતા ગુમાવ્યા બાદ કોરોના સંક્રમિત માતાને હોસ્પીટલમાં દાખલ કરાઇ…

ન્યુ દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે થોડાક દિવસો પહેલા જ પોતાના પિતાને ગુમાવ્યા છે. ત્યાં ભુવનેશ્વર કુમારને માટે પરિવારામાંથી વધુ એક ચિંતાના સમાચાર આવ્યા છે. ભુવનેશ્વર કુમારની માતા કોરોના સંક્રમિત થયા બાદ ત્રણ સપ્તાહથી અસ્વસ્થ છે. તેમની માતાને મેરઠની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શનિવારે તેમની માતાને શ્વાસ લેવામાં સમસ્યા થતા હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.

ભુવનેશ્વર માટે હાલનો સમય પારિવારીક રીતે મુશ્કેલ છે. પિતાને ગુમાવ્યા બાદ હવે માતાને કોરોના સંક્રમણ લાગુ થવાને લઇને ભુવીની ચિંતા વધી ચુકી છે. મેરઠના ગઢ રોડ સ્થિત કોવિડ હોસ્પીટલમાં તેની માતા ઇંદ્રીશને દાખલ કરવામાં આવ્યા છે. ભુવીની માતાને હોસ્પીટલ બાયપેપ પર રાખવામાં આવ્યા છે.

ભુવનેશ્વર પણ માતા સાથે હોસ્પીટલમાં જ રહ્યા હતા અને માતાની સારસંભાળ રાખી રહ્યા હતા. તેમની માતાની તબીયત છેલ્લા ૨૭ દિવસથી ખરાબ છે અને તેઓની સ્થિતીમાં સુધાર થઇ નથી રહ્યો. જેને લઇને ભુવનેશ્વરની ચિંતામાં વધારો થયો હતો. કોરના સંક્રમિત થયા બાદ ભૂવીની માતાને હોમઆઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા હતા.

ગત ૧૨ મે એ ભૂવીની માતાનો કોરોના રિપોર્ટ નેગેટીવ જણાયો હતો. જોકે તેમ છતાં પણ તેમની તબીયતમાં સુધાર નહોતો. જોકે ફરીથી ૨૧ મેએ રિપોર્ટ કરવામાં આવતા તેઓ ફરીથી કોરોના પોઝિટીવ જણાયા હતા. શુક્રવારે રાતે બે વાગ્યે બુલંદશહેરથી મેરઠ સારવાર માટે લવાયા હતા.

Related posts

ધીમા ઓવર રેટ માટે કેપ્ટન શ્રેયસ અય્યરને ફટકારાયો ૧૨ લાખ રૂપિયાનો દંડ

Charotar Sandesh

૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે આઈપીએલ, આઠ નવેમ્બરે ફાઈનલ મેચ…

Charotar Sandesh

હું આગામી થોડા સપ્તાહમાં કોહલી અને શાસ્ત્રી સાથે વાત કરીશ : રાહુલ દ્રવિડ

Charotar Sandesh