Charotar Sandesh
બોલિવૂડ

મતલબ, સુશાંત એક દિવસ ઉઠ્યો અને પોતાને મારી નાખ્યો ?

એમ્સના રિપોર્ટ ઉપર કંગના રનૌત, કહ્યું-

મુંબઈ : બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત પછી લોકો જાણવા માગે છે કે તેણે આત્મહત્યા કરી છે કે તેમની હત્યા થઈ છે. આખરે એમ્સના ફોરેન્સિક એક્સપટ્‌ર્સની ટીમે પોતાના અંતિમ અને ફાઈનલ રિપોર્ટમાં જણાવ્યું છે કે સુશાંતનું મોત આત્મહત્યાના કારણે થયું છે. એમ્સનો રિપોર્ટ સામે આવ્યા પછી સુશાંત કેસમાં શરૂઆતથી લડી રહેલી અભિનેત્રી કંગના રનૌતે પોતાના ટિ્‌વટર ઉપર પ્રતિક્રિયા આપી છે.
કંગના રનૌતે ટિ્‌વટ કરતા લખ્યું કે, એક યુવાન અને અસાધારણ વ્યક્તિ એક દિવસ ઉઠે છે અને ખુદને મારી નાખે છે. સુશાંતે કહ્યું હતું કે, તેમની સાથે ગેરવ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને તેના જીવને જોખમ છે. તેણે કહ્યું હતું કે મૂવી માફિયાએ તેને બેન કરી દીધો છે અને હેરાન કરી રહ્યા છે. તેના ઉપર રેપનો ખોટો આરોપ લગાવીને માનસિક રૂપથી પ્રભાવિત કરવામાં આવ્યો હતો.
કંગના રનૌતે વધુ એક ટિ્‌વટમાં લખ્યું કે, અમારે લેટેસ્ટ પ્રોગ્રેસની સાથે કેટલાક સવાલના જવાબ જોઈએ છે.
૧.સુશાંતસિંહ રાજપૂતે મોટા પ્રોડક્શન હાઉસો દ્વારા પોતાને બેન કરવાની વાત ઘણી વાર કરી છે. આ કોણ લોકો છે જેમણે સુશાંતની વિરૂદ્ધ ષડયંત્ર કર્યું ?
૨.મીડિયાએ તેમની રેપિસ્ટ હોવાના ખોટા સમાચાર કેસ ફેલાવ્યા ?
૩.મહેશ ભટ્ટ પોતાનું મનોવિશ્લેષણ કેમ કરી રહ્યા હતા ?
એમ્સના ફોરેન્સિક હેડ ડોક્ટર સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે આ સંપૂર્ણ રીતે ફાંસી અને આત્મહત્યાનો મામલો છે. સુશાંતની બોડી ઉપર ફાંસી સિવાય અન્ય કોઈ ઈજાના નિશાન નથી. બોડીમાં કોઈપણ ઝેરી પદાર્થ કે નશીલો પર્દાથ નથી મળી આવ્યો. ગળા પર મળેલા નિશાન ફાંસીના કારણે બન્યા છે.

Related posts

સારા અલી ખાનના ડ્રાઇવરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ…

Charotar Sandesh

મલંગનું ‘ફિર ના મિલે કભી’ રિલીઝ થતાં છવાઇ ગયું, મળ્યા લાખો વ્યૂઝ

Charotar Sandesh

દીપિકા, સારાનું વધ્યું ટેન્શન, એનસીબીએ ગુજરાત ફોરેન્સિક લેબમાં મોકલ્યા ૮૫ ગેઝેટસ…

Charotar Sandesh