Charotar Sandesh
ઈન્ડિયા

મધ્યપ્રદેશમાં સરકાર બન્યાના ૨૯ દિવસ બાદ શિવરાજ કેબિનેટનું વિસ્તરણ…

૫ મંત્રીઓએ કેબિનેટ મંત્રીના પદ શપથગ્રહણ કર્યા…

નરોત્તમ મિશ્રા, કમલ પટેલ, મીના સિંહ, તુલસીરામ સિલાવટ, ગોવિંદર સિંહ રાજપૂત બન્યા કેબિનેટ મંત્રી…

ભોપાલ : કોરોના સંકટ અને લોકડાઉનની વચ્ચે મધ્યપ્રદેશમાં કેબિનેટનું આજે વિસ્તરણ થયું. ટીમ શિવરાજમાં પાંચ ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા. શપથ સમારંભમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું ખાસ ધ્યાન રખાયું. ધારાસભ્યો માસ્ક પહેરીને શપથ ગ્રહણમાં આવ્યા અને એકબીજાનું અભિવાદન કરતાં દેખાયા. રાજભવનમાં થયેલા આ શપથ સમારંભ માટે કોઇ વીવીઆઈપીને આમંત્રણ અપાયું નહોતું.

દિલ્હીથી સોમવાર સાંજે લીલી ઝંડી મળ્યા બાદ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ગવર્નર લાલજી ટંડન સાથે વાત કરી હતી. ત્યારબાદ રાજભવનમાં શપથગ્રહણની તૈયારીઓ શરૂ થઇ ગઇ હતી. સૌથી પહેલાં નરોત્તમ મિશ્રાએ શપથ લીધા હતા. ત્યારબાદ સિંધિયા ગ્રૂપના તુલસી સિલાવટે શપથ લીધા. તુલસી સિલાવટ કમલનાથની સરકારમાં પણ સ્વાસ્થ્ય મંત્રી રહ્યા છે. તુલસી બાદ ભાજપ ધારાસભ્ય કમલ પટેલે મંત્રી પદના શપથ લીધા. કમલ પટેલ હરદાથી ધારાસભ્ય છે. આ પૂર્વ સીએમ ઉમા ભારતીના નજીકના છે. તેમની સાથે જ સિંધિયા ગ્રૂપના ગોવિંદ સિંહ રાજપૂતે પણ મંત્રી પદના શપથ લીધા છે. ગોવિંદ સિંહ રાજપૂત કમલનાથની સરકારમાં પરિવહન મંત્રી રહ્યા છે.
માનપુરથી પાંચ વખત ધારાસભ્ય રહેલા મીન સિંહે પણ મંત્રી પદના શપથ લીધા છે. ભાજપે જે ટાસ્ક ફોર્સ બનાવી હતી તેમાં પણ મીના સિંહ સામેલ હતા. પાર્ટીનો આદિવાસી ચહેરો છે. કહેવાય છે કે પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માના નજીકના છે.

ટીમ શિવરાજમાં આ વખતે સંપૂર્ણપણે દિલ્હીનું ચાલ્યું. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની મ્હોર બાદ જ કેબિનેટનું વિસ્તરણ થયું. છેલ્લાં સમયે ભાજપના બે મોટા નેતાઓનું નામ ચાલી રહ્યું હતું, તેમાં પૂર્વ નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવ અને પૂર્વ ગૃહમંત્રી ભુપેન્દ્ર સિંહ સામેલ છે. બાદમાં દિલ્હીએ સ્પષ્ટતા કરી દીધી કે અત્યારે ટીમ નાની જ રહેશે. ભુપેન્દ્ર સિંહ તો શપથ માટે ભોપાલ પહોંચી ગયા હતા. પાર્ટીમાંથી લીલીઝંડી મળી નહીં તો પાછા સાગર જતા રહ્યા.

આ મંત્રીઓએ લીધા શપથ…
નરોત્તમ મિશ્રા
કમલ પટેલ
મીના સિંહ
તુલસીરામ સિલાવટ
ગોવિંદ સિંહ રાજપૂત

Related posts

ગલવાન ઘાટી અમારી, લદ્દાખ અમારા માન સન્માનનું પ્રતિક : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

ચૂંટણી પરિણામો / શૅરમાર્કેટના 8 કરોડ અને સટ્ટાબજારના અંદાજિત 2 લાખ કરોડ રૂપિયા દાવ પર

Charotar Sandesh

પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી, કોર્ટનો નિર્ણય દરેકે માનવાનો રહેશે : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh