Charotar Sandesh
બોલિવૂડ

મને ડર હતો કે શમિતાના ફિલ્મોમાં આવ્યા પછી મને કોઇ કામ નહીં આપેઃ શિલ્પા શેટ્ટી

મુંબઇ : બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કોરોના વાયરસના કારણે હાલ ઘરમાં જ રહેવા મજબૂર છે. પણ તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને અલગ અલગ જાણકારી આપતી રહે છે. ફેન્સ પહેલાથી જ શિલ્પાના ડાંસ અને એÂક્ટંગના દિવાના હતા હવે તેમણે ટિકટોક વીડિયો દ્વારા પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. ટિકટાક વીડિયોમાં તે પોતાની ક્્યૂટનેસથી લોકોના મન જીતી રહી છે. ત્યારે હાલમાં જ શિલ્પા શેટ્ટીએ પોતાની બહેન શમિતા શેટ્ટીને લઇને ઘટસ્ફોટ કર્યો છે.

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફરી એકવાર ફિલ્મોમાં પાછી ફરી રહી છે. હાલમાં જ તેમણે પિંકવિલાને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેણે કે મારા પિતાએ મને જણાવ્યું કે શમિતા શેટ્ટીના જન્મ પછી મને તેવું થતું હતું કે મારો રંગ શમિતા કરતા વધુ ડાર્ક છે. તેના ગૌરવર્ણ પણ તે મમ્મી પુછતી કે તેને ગૌરી અને મને કાળી કેમ બનાવી? આ કારણ તે રાતના સૂતી તો હું તેને ચૂંટણી ખણતી જેથી તે ખૂબ રોતી.

શિલ્પાએ તે પણ ખુલાસો કર્યો કે શમિતાના પહેલા ઓડિશનમાં હું હાજર હતી અને હું પોતાના માટે ખૂબ જ ડરેલી હતી. તેણે કે મને હંમેશા તેવું લાગતું હતું કે મારી બહેન મારાથી વધુ સુંદર છે અને તે મારાથી સારી દેખાય છે. અને તે સારી એક્ટ્રેસ સાથે સારી ડાન્સર પણ છે. શિલ્પાએ ઇન્ટરવ્યૂમાં પહેલી વાર સ્વીકાર્યું કે તેમને લાગતું હતું કે શમિતાના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી તેમને કોઇ કામ નહીં આપે.

Related posts

કોરિયોગ્રાફર સરોજ ખાનનું મુંબઈમાં હ્રદય રોગના હુમલાથી નિધન…

Charotar Sandesh

નેટફ્લિક્સ ઇન્ડિયા ૧૦ નવી ઓરિજિનલ ફિલ્મ્સ રજૂ કરશે

Charotar Sandesh

અજય દેવગણે આ શહેરમાં શરૂ કરાવ્યું નવું NY મલ્ટિપ્લેક્સ, હવે આણંદ-સુરત સહિતના શહેરમાં ખુલશે, જુઓ તસ્વીરો

Charotar Sandesh