Charotar Sandesh
ઈન્ડિયા

મન-કી-બાતના વળતા પાણી : વીડિયોને ત્રણ લાખથી વધુ લોકોએ ડિસ્લાઇક કર્યો…

ભાષણને પસંદ કરનારા કરતા નાપસંદ કરનારા વધ્યા…

ન્યુ દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. સંબોધનમાં તેમણે ભારતીય રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન અને ઓણમની ઉજવણી જેવા વિવિધ વિષયો પર વાત કરી હતી.
કેટલાય વિદ્યાર્થીઓ મીટ માંડીને બેઠા હતા કે, વડાપ્રધાન મોદી મન કી બાતમાં કોરોનાકાળ વચ્ચે થઈ રહેલી વિવિધ પરીક્ષાઓની આસપાસ ચાલી રહેલા વિવાદ વિશે વાત કરશે, પરંતુ વડા પ્રધાને તેમના સંબોધનમાં આ મુદ્દો છોડી દીધો હતો, જેના કારણે વિદ્યાર્થીઓ નારાજ થયા હોય તેવુ લાગી રહ્યુ છે. જે નિરાશા આપણે ભારતીય જનતા પાર્ટી તરફથી યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં લાઈકની જગ્યાએ ડિસલાઈકની સંખ્યા વધતી જાય છે.
અહીં આપની સમક્ષ અમે અલગ અલગ સમયે લાઈક અને ડીસલાઈકની સંખ્યામાં થઈ રહેલા ઉતાર ચડાવ પર એક નજર કરવા અનુરોધ કરીએ છીએ. જેના પરથી આપ તારણ કાઢી શકો છો. આ લખાય રહ્યુ છે તે, પહેલા ૭ કલાક પહેલા લાઈકની સંખ્યા ૧.૭ દ્ભ અને ડીસલાઈકની સંખ્યા ૧૩દ્ભ હતી. જો કે, આ લખાય છે ત્યારે ૨દ્ભ લાઈક અને ડીસલાઈક ૧૬દ્ભ થયા છે. જેના પરથી આપ તારણ કાઢી શકો છો, વડાપ્રધાન મોદીના ભાષણોમાંથી લોકોને રસ ઉડતો જાય છે. લોકો વડાપ્રધાનના ભાષણને પસંદ કરવાની જગ્યા નાપસંદ કરી રહ્યા છે. તે આપ અહીં જોઈ શકો છો.

Related posts

ફાની વાવાઝોડુઃ આૅડિશામાં મૃત્યુઆંક ૪૧ થયો,અનેક સ્થળે વીજપુરવઠો ગાયબ

Charotar Sandesh

રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ…

Charotar Sandesh

દેશના અન્ય કોઇ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ જેવી સ્થિતિ નથી : મોહન ભાગવત

Charotar Sandesh