Charotar Sandesh
ઈન્ડિયા

મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું : ખેડૂત મજબૂત હશે ત્યારે આત્મનિર્ભર બનશે ભારત…

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘મન કી બાત’નો ૬૯મો એપિસોડ લઇને આવ્યા છે. તેમણે કોરોના વાયરસ મહામારીથી જીવનમા આવેલા બદલાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે પરિવારનું મહત્વ હવે સમજાઇ રહ્યું છે. તેમણે લોકડાઉનમાં પસાર કરાયેલી પળોને યાદ કરી. પ્રધાનમંત્રીએ વાર્તા સંભળાવાની કલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘વાર્તાઓનો ઇતિહાસ એટલો જૂનો છે જેટલી કે માનવ સભ્યતા’. તેમણે હિતોપદેશ અને પંચતંત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વાર્તાઓથી વિવેક અને બુદ્ધિમતાનો સંદેશ આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘બેંગલુરૂ સ્ટોરી ટેલિંગ’ ગ્રૂપમાંથી એક વાર્તા સંભળાવાની દરખાસ્ત કરી. તેમણે રાજા કૃષ્ણદેવ રાયની એક વાર્તા સંભળાવી જેમાં તેનાલીરામનો પણ ઉલ્લેખ હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના સંકટ કાળમાં કૃષિ ક્ષેત્રે પોતાનું દમખમ દેખાડ્યું છે. દેશના ખેડૂત, ગામડાં જેટલા મજબૂત થશે દેશ એટલો આત્મનિર્ભર બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેડૂતોની મજબૂતીથી જ આત્મનિર્ભર ભારતનો પાયો નંખાશે. ખેડૂત મજબૂત હશે તો ભારત આત્મનિર્ભર બનશે.

પીએમે કહ્યું કે આપણે ત્યાં કહેવાય છે કે જે જમીનથી જોડાયેલ હોય છે તે મોટા-મોટા તોફાનોમાં પણ અડગ રહે છે. કોરોનાના આ સંકટ સમયમાં આપણા કૃષિ ક્ષેત્ર, આપણા ખેડૂત તેનું જીવંત ઉદાહરણ છે. આજે ખેડૂતોને પોતાની મરજીથી ઉપજ વેચવાની આઝાદી મળી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં કૃષિ સાથે જોડાયેલા ત્રણ બિલ લઇને આવ્યું જે તેનો ખૂબ વિરોધ થઇ રહ્યો છે. મન કી બાતમાં મોદીએ ખેડૂતોના અનુભવોને શેર કરતાં નવી જોગવાઇ અંગે જણાવ્યું. તેમણે કહ્યું કે મને કેટલાંય એવા ખેડૂતોની ચિઠ્ઠીઓ મળી છે, ખેડૂક સંગઠનો સાથે મારી વાત થઇ છે જે બતાવે છે કે કેવી રીતે ખેતીમાં નવા-નવા આયામો જોડાઇ રહ્યા છે, કેવી રીતે ખેતીમાં બદલાવી આવી રહ્યો છે. હરિયાણાના સોનીપત જિલ્લાના અમારા એક ખેડૂત ભાઇ શ્રી કંવર ચૌહાણજી છે. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે તેઓ મંડીમાંથી બહાર પોતાના ફળ અને શાકભાજી વેચવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી.

જો તેઓ મંડીમાંથી બહાર પોતાના ફળ અને શાકભાજી વેચતા હતા તો કેટલીય વખત તેમના ફળ, શાકભાજી અને ગાડીઓ સુદ્ધાં જપ્ત થઇ જતુ હતુ. પરંતુ ૨૦૧૪મા ફળ અને શાકભાજીને એપીએમસી એકટમાંથી બહાર કરી દેવાયા. તેનો તેમને અને તેમના આસપાસના ખેડૂતોને ખૂબ ફાયદો થયો. આજે શ્રી કંવર ચૌહાણ જી અને તેમના ગામના ખેડૂત સ્વીટ કોર્ન અને બેબી કોર્નની ખેતી કરીને અઢી થી ત્રણ લાખ પ્રતિ એકર વાર્ષિક કમાણી કરી રહ્યા છે. એક સો એક વર્ષ જૂની વાત છે. ૧૯૧૯નું વર્ષ હતું. અંગ્રેજી હૂકુમને જલિયાંવાલા બાગમાં નિર્દોષ લોકોની કત્લેઆમ કરી હતી. આ નરસંહાર બાદ એક ૧૨ વર્ષનો છોકરો આ ઘટનાસ્થળ પર ગયો. તે ખુશમિજાજ અને ચંચલ બાળક પરંતુ તેણે જલિયાંવાલા બાગમાં જે જોયું તે તેની સમજની બહાર હતું. તે સ્તબ્ધ હતો, એ વિચારીને કોઇ પણ આટલું નિર્દયી કેવી રીતે હોઇ શકે છે. તે માસૂમ ગુસ્સાની આગમાં સળગવા લાગ્યો હતો. તેણે જલિયાંવાલા બાગમાં તેને અંગ્રેજી શાસનની વિરૂદ્ધ લડવાના સોગંદ ખાધા. શું તમને ખબર પડી ગઇ કે હું કોની વાત કરી રહ્યો છું? હા, હું શહીદ વીર ભગતસિંહની વાત કરી રહ્યો છું. આવતીકાલે ૨૮મી સપ્ટેમ્બરના રોજ આપણે શહીદ વીર ભગત સિંહની જયંતિ મનાવીશું.

Related posts

વડાપ્રધાન મોદીની સંપત્તિ વધીને ત્રણ કરોડને પાર

Charotar Sandesh

વાંધાનજક ભાષણ સામે ચૂંટણી પંચની કામગીરીથી સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ લાગે છે ચૂંટણીપંચની શÂક્તઓ પરત મળી ગઇ છેઃ સુપ્રિમ કોર્ટ યોગી આદિત્યનાથ, આઝમ ખાન, માયાવતી અને મેનકા ગાંધી સામે પંચની કાર્યવાહીથી સુપ્રીમ કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો

Charotar Sandesh

કોરોના ઈન્ડિયા : અત્યાર સુધી કુલ 18539 કેસ – 592 મોત થયા : 16 વિદેશી જમાતીઓ સહિત 30ની ધરપકડ…

Charotar Sandesh