Charotar Sandesh
ઈન્ડિયા

મહારાષ્ટ્ર કોરોના બેકાબૂ : સંક્રમિતોનો આંકડો ૩૦૦૦ને પાર, ૧૮૭ લોકોના મોત…

નવા ૧૬૫ કેસો નોંધાતા ખળભળાટ…

મુંબઇ : મહારાષ્ટ્રમાં કોરોનાનો રોગચાળો દિવસે દિવસે વકરી રહ્યો છે. લોકડાઉન ૩મે સુધી લંબાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં ૧૫મીએ નવા ૨૩૨ કોરોનાના દર્દી નોંધાતા રાજ્યમાં સંખ્યા વધીને ૨૯૧૬ થયો છે. આજે સવારમાં નવા ૧૬૫ કેસો વધતાં આંક ૩૦૮૧એ પહોંચ્યો છે. આજે ૯ દરદીનું મોત થતા મહારાષ્ટ્રમાં મરણાંક ૧૮૭ થયો હોવાનું રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
મૃતક થયેલા ૯ દરદી પૈકી બે મુંબઇમાં, ૬ પુણેમાં અને અકોલોમાં ૧ દરદીનો સમાવેશ થાય છે. આમાં પુરુષ ૬ અને મહિલા ૩ દરદીનો સમાવેશ થાય છે. મૃતકોમાં ૬૦ વર્ષથી ઉંમરના ૪ દરદી, ૪૦થી ૬૦ વર્ષ સુધીના ૩ દરદી અને ૪૦ વર્ષની નીચેના ૨ દરદીનો સમાવેશ થાય છે. એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું. જો કે આજે ૩૬ દરદી સાજા થયા હતા. આથી અત્યાર સુધી રાજ્યભરના ૨૯૫ દરદીઓ સાજા થઇને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હોવાનું રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
રાજ્યમાં ૨૯૧૬ કોરોના દરદી છે. એમાં મુંબઇમાં ૧૮૯૬ દરદી, થાણેમાં ૧૦૯, નવી મુંબઇમાં ૬૮ દરદી, કલ્યાણ- ડોમ્બિવલીમાં ૫૦ દરદી, મીરાં ભાઇંદરમાં ૫૧, માલેગાવમાં ૪૮, પુણેમાં ૩૭૨, પિંપરી ચિંચવડમાં ૩૫, બુલઢાણામાં ૨૧ દરદી, નાગપુરમાં ૫૬ અને અન્ય રાજ્યના ૧૧ દરદીનો સમાવેશ થાય છે, એમ પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
દરમિયાન મુંબઇમાં ગત થોડાક દિવસથી દરરોજ વધતા કોરોના દરદી પૈકી આજે દરદીઓમાં ઘટાડો નોંધાયો છે. તેમજ મૃતકનો આંક ખાસ નથી. આજે નવા ૧૮૩ દરદી નોંધાતા શહેરમાં દરદીઓની સંખ્યા વધીને ૧૯૩૬ સુધી પહોંચી છે. જ્યારે આજે બે દરદીનું મોત નીપજતાં મુંબઇમાં મૃતક આંક વધીને ૧૧૩ થયો હોવાનું પાલિકાના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. દક્ષા શાહેએ જણાવ્યું હતું.

Related posts

ભારતમાં મોટા હુમલાની તૈયારી..!?, પાકિસ્તાને મસૂદ અઝહરને મુક્ત કર્યો…

Charotar Sandesh

કોરોનાથી પ્રભાવિત દેશના ૧૭૦ જિલ્લાઓ હોટસ્પોટ જાહેર : સૌથી વધુ તમિલનાડુના ૨૨…

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં અથડામણ : હિઝ્‌બુલના ત્રણ આતંકવાદી ઠાર…

Charotar Sandesh