Charotar Sandesh
સ્પોર્ટ્સ

મારા પરિવાર સાથે જે બન્યું તે અત્યંત ભયાનક હતું : સુરેશ રૈના

ન્યુ દિલ્હી : ભારતીય ક્રિકેટર સુરેશ રૈના અચાનક જ IPL નહી રમવાનો નિર્ણય કરીને દુબઈથી પરત આવી ગયો હતો. આ બાબત અંગે ઘણી અટકળો ચાલી રહી છે. હોટેલના રૂમ અંગેની ફરિયાદથી લઈને કેપ્ટન ધોની સાથે તકરાર અને કોરોનાથી ડરી જવાને કારણે તે પરત આવી ગયો, ત્યાં સુધીની વાતો થઈ રહી છે. જોકે, રૈનાએ હવે મૌન તોડ્યું છે અને તેણે કહ્યું હતું કે, મારા પરિવાર સાથે જે કાંઈ બન્યું છે તે અત્યંત ભયાનક હતું. તાજેતરમાં પંજાબના પઠાણકોટ ખાતે રૈનાના ફૂઆ અને તેના પિતરાઈની હત્યા થઈ હતી.
તદ્‌ઉપરાંત પરિવારના કેટલાક સદસ્યો ગંભીર રીતે ઘવાયા હતા. તેના ફૂઆનો પરિવાર મકાનની અગાશીમાં સૂતો હતો ત્યારે કેટલાક અજાણ્યા હુમલાખોરો આવીને તેમની હત્યા કરી ગયા હતા. આ હુમલાખોરો કાલે કચ્છેવાલે ગેંગના હતા જેમનો ઇરાદો લૂંટ ચલાવવાનો હતો. આ અંગે સુરેશ રૈનાએ ટિ્‌વટર પર જણાવ્યું હતું કે, મારા પરિવાર સાથે ભયાનક બની ગયું છે. મારા ફૂઆની હત્યા થઇ છે તો ફોઈ તથા પિતરાઈ ભાઈઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. કમનસીબે મારા પિતરાઈનું પણ આ ઇજા બાદ ગઈ રાત્રે નિધન થયું છે.
મારી ફોઈ હજી પણ ગંભીર છે અને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. હજી સુધી અમને એ ખબર નથી કે, કેવી રીતે આ બની ગયું. અને કોણે આ કૃત્ય કર્યું હશે. પંજાબ પોલીસને આ મામલે તપાસ કરવાની વિનંતી કરું છું. કમસે કમ અમે એ જાણવાના હકદાર તો છીએ જ કે કોણે આ કૃત્ય કર્યું છે તેમ સુરેશ રૈનાએ જણાવ્યું હતું. તેણે આ સાથે ટિ્‌વટમાં પંજાબ પોલીસ અને પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંઘને પણ ટેગ કર્યા હતા.

Related posts

મહેન્દ્રસિંહ ધોની બે મહિના ક્રિકેટ નહિ રમે : સૈનિકો સાથે રહેવાનું એલાન…

Charotar Sandesh

આઇસીસી ટેસ્ટ રેન્કિંગ : કોહલી ૪ સ્થાને સરક્યો, વિલિયમ્સન પ્રથમ સ્થાને યથાવત્‌…

Charotar Sandesh

લોકડાઉનમાં સહેવાગે પોસ્ટ કરેલો વિડીયો થયો વાયરલ…

Charotar Sandesh