મુંબઈ : બૉલીવુડમાં હાલ ધમાચ મચી ગઇ છે, એકબાજુ ડ્રગ્સ કનેક્શન તો બીજીબાજુ હવે મીટૂના આરોપો લાગવાના શરૂ થઇ ગયા છે. અભિેનેત્રી પાયલ ઘોષે ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર જાતિય શોષણનો આરોપ લગાવ્યો, હવે આ લિસ્ટમાં કંગના પણ કુદી છે. કંગનાએ પણ પોતાની સાથે થયેલા ખરાબ વ્યવહાર અંગે ખુલાસો કર્યો છે. કંગના રનૌતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પોતાના અનુભવો શેર કર્યા છે, કંગનાએ કહ્યું કે,
મારી સાથે પણ સહકર્મીઓએ સેક્સ વર્કર જેવુ કામ કર્યુ હતુ. કંગનાએ પાયલ ઘોષ મામલે અનુરાગ કશ્યપની ધરપકડ કરવાની પણ માંગ કરી હતી.શનિવારે અનુરાગ કશ્યપ વિરુદ્ધ સનસનીખેજ આરોપો લગાવનારી અભિનેત્રી પાયલ ઘોષનુ સમર્થન કરતી કંગનાએ પોતાના ટ્વીટમાં લખ્યું- અનુરાગે સ્વીકાર કર્યુ છે કે તે જુદાજુદા લોકો સાથે લગ્ન કર્યા બાદ પણ તે સંતુષ્ટ નથી. અનુરાગ કશ્યપે પાયલની સાથે જે કર્યુ તે એક સામાન્ય વાત છે બૉલીવુડમાં, અહીં સંઘર્ષ કરતી બહારની છોકરીઓની સાથે સેક્સ વર્કર જેવો વર્તાવ કરવામાં આવે છે.
અનુરાગ કશ્યપ અને કંગના રનૌતની વચ્ચે હંમેશા ટ્વીટર પર તીખી તકરાર થતી રહેતી હોય છે.કંગના વડાપ્રધાન મોદી અને બીજેપીની સમર્થક છે, જ્યારે અનુરાગ કશ્યપ સરકારને વારંવાર આડેહાથે લેતો હોય છે. એક પત્રકાર દ્વારા તેની સાથે મારામારી કરનારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની વાત પર કંગનાએ જવાબ આપ્યો, મે તેમને ત્યાં માર્યુ જ્યાં તેમને સૌથી વધુ દુઃખે છે. હું મારો બદલો લઇ શકુ છુ, હું મદદ માટે તમને નથી પુછતી.