Charotar Sandesh
વર્લ્ડ

માસ્ક ન પહેરનારા સાંસદોને હાઉસની બહાર કાઢી મૂકવામાં આવશે…

અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના સ્પીકરની ચેતવણી

ચીનમાં ત્રણ નવા કેસ સામે આવ્યા,વિશ્વમાં કોરોનાના કુલ કેસ ૧.૭૨ કરોડને પાક, અત્યાર સુધી ૬.૬૯ લાખના મોત,૧.૦૬ કરોડ લોકો સ્વસ્થ થયા

USA : વિશ્વમાં કોરોનાવાયરના લીધે અત્યારસુધી ૧ કરોડ ૭૨ લાખ ૧૧ હજાર ૧૯૫ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાંથી ૧ કરોડ ૬૯ લાખ ૩૦ હજાર ૦૧૨ સ્વસ્થ પણ થઇ ચૂક્યા છે. ૬ લાખ ૬૯ હજાર ૯૮૨ લોકોના મોત થઇ ચૂક્યા છે. બ્રાઝીલમાં મહામારીએ વિકારળ સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં મોતનો આંકડો ઝડપથી એક લાખ તરફ વધી રહ્યો છે.અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ(નીચલું સદન)ના સ્પીકર નેન્સી પેલોસીએ તેમના સાંસદોને અને સ્ટાફને માસ્ક પહેરીને આવવાનો આદેશ કર્યો છે. તેમણે કહ્યું કે નિયમ તોડનારને હાઉસની બહાર કાઢી નાખવામા આવશે.
બુધવારે રાત્રે જાહેર થયેલા સત્તાવાર આંકડા પ્રમાણે બ્રાઝીલમાં ૯૦૧૮૮ લોકોના મોત થયા છે. શરૂઆતના તબક્કામાં કોરોના અંગે દરેક સ્તરે બેદરકારી રાખવામા આવી હતી જેના ગંભીર પરિણામ સામે આવી રહ્યા છે. દરરોજ હજારો ટેસ્ટ કરવામા આવી રહ્યા છે. બુધવારે અહીં ૭૦ હજારથી વધુ કેસ નોંધાયા હતા. રાષ્ટ્રપતિ બોલસોનારો આજે કોરોના અંગે કોઇ જાહેરાત કરી શકે છે.
ગુરૂવારે સવારે જાહેર થયેલા સરકારી નિવેદન પ્રમાણે, ચીનમાં ત્રણ નવા કેસ નોંધાયા છે. આ ત્રણેય લોકો બીજા દેશમાંથી ચીન પહોંચ્યા હતા. વિદેશથી આવેલા કુલ ૨૦૫૯ લોકો અત્યારસુધી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. નેશનલ હેલ્થ કમિશને આ માહિતી આપી હતી. ચીનની સરકાર ગુઆનડોંગ, યુન્નાન અને શાંક્શી રાજ્યો પર વધારે ફોકસ કરી રહીછે. આ ત્રણ રાજ્યોમાં ઇમ્પોર્ટેડ કેસ વધુ મળી રહ્યા છે.
સંયુક્ત અરબ અમીરાતમાં ૩૭૫ નવા કેસ નોંધાયા હતા. કુલ કેસ ૫૯૯૨૧ થઇ ગયા છે. ેંછઈના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસારે બુધવારે જણાવ્યું કે નવા દર્દીઓની હાલત સ્થિર છે અને તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. અત્યારસુધી ૫૩૨૦૨ સંક્રમિત સ્વસ્થ થઇ ચૂક્યા છે. બુધવારે કોઇનું પણ મૃત્યુ થયું ન હતું.

  • Naren Patel

Related posts

હાઈવે પર થવા લાગ્યો ડોલરનો વરસાદ, લોકો રસ્તા પરથી લૂંટી ગયા ૧.૨૦ કરોડ!

Charotar Sandesh

મેલેનિયાને મોટા મેગેઝિનના કવર પેજ પર સ્થાન ન મળતા ભડક્યા ટ્રમ્પ…

Charotar Sandesh

રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે બેલારૂસની સરહદ પર વાતચીત : ૩ કલાક ચાલેલી બેઠકનું જાણો શું આવ્યું પરિણામ

Charotar Sandesh