Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

‘માસ્ક પહેરો, નહીં તો પાવતી ફાટસે…’ કોરોનાનું સંક્રમણ વધતાં જિલ્લામાં પોલીસનો મેગા ડ્રાઈવ

આણંદ જિલ્લા પોલીસ નો માસ્ક ન પહેરનાર સામે મેગા ડ્રાઈવ : ૪૦૬૪ નાગરિકો ઝડપાયા…

આણંદ : ગુુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં અનલોક ૨.૦ જાહેર કરાયેલ છે, જેમાં કર્ફ્યુના સમયમાં ઘટાડો કરવામાં આવેલ છે. ત્યારે આણંદ શહેર સહિત જિલ્લામાં લોકોમાં સાવચેતીના અભાવે કોરોનાએ ચિંતાજનક ઝડપ પકડી છે. જેને લઈ લોકો નિયમનું પાલન ન કરતા હોવાનું જણાતાં જિલ્લા પોલિસ દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવેલ છે, જેમાં શહેર સહિત જિલ્લામાં માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ-વાહનચાલકો પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે.

જિલ્લા કલેકટર શ્રી આર.જી. ગોહિલ દ્વારા જિલ્લા ની જનતા ને કોરોના સંક્રમણ થી બચવા માસ્ક પહેરીને જ બહાર નીકળવા અને એક બીજા થી જરૂરી અંતર રાખવા વારંવાર જણાવવામાં આવી રહ્યું છે અને જિલ્લા માં આરોગ્ય વિભાગ અને સંસ્થા દ્વારા પણ જન જાગૃતિ અભિયાન ચલાવવા માં આવી રહ્યું છે આ માટે લોકો જાગૃત થાય અને માસ્ક પહેરે તે માટે જિલ્લા પોલીસ દ્વારા પણ દંડનીય કાર્યવાહી માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે તે મુજબ જિલ્લામાં જિલ્લા પોલીસ વડા શ્રી અજીત રાજીયન ના માર્ગ દર્શન હેઠળ જિલ્લા માં માસ્ક નહીં પહેરતા નાગરિકો સામે દંડનીય કાર્યવાહી સમગ્ર જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લામાં જાહેર સ્થળો એ માસ્ક નહીં પહેરનાર નાગરિકોને પોલીસ દ્વારા દંડિત કરવામાં આવ્યા છે. જે સંખ્યા ૪૦૬૪ થવા જાય છે અને રૂ.૮,૧૨,૮૦૦/ ની દંડ ની રકમ પોલીસ દ્વારા આવા નાગરિકો પાસે થી વસૂલ કરવામાં આવી છે. જિલ્લા ભરમાં પોલીસ દ્વારા ચલાવામાં આવેલ ઝુંબેશ ના કારણે નાગરિકો સજાગ થવા લાગ્યા અને માસ્ક મળે તો માસ્ક છેવટે મોઢા ઉપર જે મળ્યું તે કપડું બાંધી ને પણ માસ્ક પહેર્યા નો સંતોષ સાથે પોલીસ અને દંડ ની રકમ માંથી બચવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

આણંદ જિલ્લામાં દશામાના વ્રત-ઉત્સવને અનુલક્ષીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું…

Charotar Sandesh

બોરસદ ખાતે ખેડૂતોની હાજરીમાં કિસાન સુયોદય યોજનાનો પ્રારંભ કરતા સાંસદ મિતેશભાઈ પટેલ

Charotar Sandesh

બ્રેકિંગ ન્યુઝ : નવી ગાઈડલાઈન જાહેર : આણંદ-નડીયાદ શહેરમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાયું, જાણો વિગત

Charotar Sandesh