Charotar Sandesh
સ્પોર્ટ્સ

માસ્ટર બ્લાસ્ટર પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર કોરોના પોઝીટીવ આવ્યા : સોશિયલ મીડિયા થકી માહિતી આપી…

મુંબઈ : મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોેના સંકટ વર્તાયું છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં ૩૬,૯૦૨ દર્દી મળ્યા હતા. ૧૭,૦૧૯ સાજા થયા, જ્યારે ૧૨ લોકોએ જીવ ગુમાવ્યો. મહારાષ્ટ્રમાં મહામારીની શરૂઆતથી એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાવાનો નવો રેકોર્ડ છે. આ પહેલાં ૨૬ માર્ચે અહીં ૩૫,૯૫૨ કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૬.૩૭ લાખ લોકો સંક્રમિત થયા છે.

ત્યારે ભારતના પૂર્વ બેટ્‌સમેન સચિન તેંડુલકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સચિને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેણે કહ્યું કે, માઈલ્ડ લક્ષણો સાથે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ઘરના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

  • સચિને રોડ સેફટી શ્રેણી દરમિયાન કોવિડ ટેસ્ટ સમયે ચીસ પાડી, મેડિકલ સ્ટાફ ડરી ગયો તો કહ્યું- હું મજાક કરું છું, ચિંતા ન કરશો…

સચિને પોતાની પોસ્ટમાં વધુમાં જણાવ્યું કે, મેં પોતાને ઘરમાં જ ક્વોરન્ટીન કર્યો છે અને હું ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવેલા તમામ પ્રોટોકોલ્સનું પાલન કરી રહ્યો છું. હું તમામ હેલ્થ પ્રોફેશનલ્સનો આભાર માનું છું, જેઓ મને અને દેશમાં અન્ય લોકોને સપોર્ટ કરી રહ્યા છે. તમે બધા પણ પોતાનું ધ્યાન રાખજો.

Related posts

સ્મથ અને વાર્નરનાં આવવાથી આૅસ્ટ્રેલિયા ટીમને મજબૂતી મળીઃ બ્રેટલી

Charotar Sandesh

ભારતે પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને ૩૧૮ રનથી હરાવ્યું…

Charotar Sandesh

આગામી વિશ્વ કપમાં એશિયાની ટીમો શાનદાર પ્રદર્શન કરશેઃ જાન્ટી રોડ્‌સ

Charotar Sandesh