Charotar Sandesh
સ્પોર્ટ્સ

મિતાલી રાજે ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ત્રણેય ફોર્મેટમાં ઓવરઓલ સૌથી વધુ રન…

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પાછલા સપ્તાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૨ વર્ષ પૂરા કરનારી મિતાલી રાજ મહિલા કેટેગરીમાં ત્રણેય ફોર્મેટમાં ઓવરઓલ સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઈ છે. તેણે ઈંગ્લેન્ડની ચાર્લોટ એડવર્ડસને પાછળ છોડી છે. ત્રીજી વનડે દરમિયાન તેણે આ સિદ્ધિ હાસિલ કરી છે.
મિતાલી રાજના કરિયરની વાત કરીએ તો તેણે ૧૧ ટેસ્ટમાં ૧ સદી અને ૪ અડધી સદીની મદદથી ૬૬૯ રન બનાવ્યા છે. તો ૮૯ ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં ૧૭ અડધી સદીની મદદથી ૨૩૬૪ રન બનાવ્યા છે. તે આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુકી છે. આ મેચ પહેલા તેના નામે ૨૧૬ વનડેમાં ૭૨૨૯ રન હતા. તેણે વનડે ક્રિકેટમાં ૭ સદી અને ૫૭ અડધી સદી ફટકારી છે. તેના ત્રણેય ફોર્મેટમાં કુલ ૧૦,૨૬૨ રન હતા.
ચાલોર્સ એડવર્ડસે ૩૦૯ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૩ સદી અને ૬૭ અડધી સદીની મદદથી ૧૦૨૭૩ રન બનાવ્યા છે. આ રીતે ત્રીજી વનડેમાં મિતાલીને તેને પાછળ છોડવા માટે માત્ર ૧૨ રનની જરૂર હતી. મિતાલીએ બાઉન્ડ્રી ફટકારી ચાલોર્સનો રેકોર્ડ તોડ્યો હતો. તેના ૩૧૭ મેચોમાં ૧૦૨૭૮* રન થઈ ગયા છે. ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૨૧૪ રન છે. આ બંને સિવાય કોઈ અન્ય મહિલા ક્રિકેટર ૧૦ હજારથી વધુ રન બનાવી શકી નથી.
પુરૂષ કેટેગરીમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. એટલે કે મહિલા તથા પુરૂષ બન્ને કેટેગરીમાં ભારતીય ખેલાડીઓનો દબદબો છે. સચિને ૬૬૪ મેચમાં ૩૪,૩૫૭ રન બનાવ્યા છે. માસ્ટર બ્લાસ્ટરના નામે ૧૦૦ સદી અને ૧૬૪ અડધી સદી છે. પરંતુ મિતાલી રાજ અત્યાર સુધી એકપણ આઈસીસી વર્લ્ડ કપનું ટાઇટલ જીતી શકી નથી. આગામી વર્ષે ન્યૂઝીલેન્ડમાં વિશ્વ કપ રમાવાનો છે. ભારતીય મહિલા ટીમને નજર આ ટૂર્નામેન્ટ પર છે.

Related posts

ટી-૨૦ વર્લ્ડ કપ ટૂર્નામેંટ ૧૭ ઓક્ટોબરથી યૂએઇમાં રમાશે…

Charotar Sandesh

ધોનીમાંથી હંમેશા પ્રેરણા મળી છેઃ કે.એલ.રાહુલ

Charotar Sandesh

આઇપીએલ પહેલાં દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો : અક્ષર પટેલ થયો કોરોના સંક્રમિત

Charotar Sandesh