Charotar Sandesh
બોલિવૂડ

મીડિયા વિરૂદ્ધ એકતા બતાવી પણ ક્યારેક લોકોની મદદ માટે પણ બતાવો : કંગના

મુંબઈ : બોલિવૂડ ક્વિન કંગના રનૌત બોલિવૂડ ઉપર જ હુમલો કરી રહી છે. કંગના સતત બોલિવૂડની વિરૂદ્ધ પોતાની નિવેદનબાજી વધુ તેજ કર રહી છે. જેના કારણે તે સતત ચર્ચામાં રહે છે. પહેલા સુશાંતના મોત મામલામાં પછી મહારાષ્ટ્ર સરકારથી દૂશ્મની અને હવે બોલિવૂડના દિગ્ગજોને નિશાન બનાવી રહી છે. બોલિવૂડના દિગ્ગજોએ મીડિયાની વિરૂદ્ધ જઈ કેસ કરી દીધો છે. કંગનાએ તેને લઈને હવે ફરી એક વખત બોલિવૂડ ઉપર નિશાન સાધ્યું છે. કંગના રનૌત સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહેવા લાગી છે. તે સતત પોતાની વાત બેબાક નિવેદન દ્વારા રજૂ કરે છે. હાલમાં જ કંગનાએ બોલિવૂડ ના એક ગૃપની તુલના હાયના સાથે કરી દીધી છે. કંગનાએ ટિ્‌વટર ઉપર એક વીડિયો શેર કરતા કહ્યું કે આ લોકોને સેટ ઉપર કામ કરતા વર્કર્સની કોઈ જ ચિંતા નથી.
કંગનાએ પોતાના ઓફિસિયલ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કેટલાક વર્કર્સ સેટ ઉપર કામ કરી રહ્યા છે. વીડિયો શેર કરતા કંગનાએ લખ્યું છે કે બોલિવૂડના બધા ‘ઝરખ’ તેમનું નામ લેવાના પગલે મીડિયા ઉપર હુમલો કરવા માટે ભેગા થઈ ગયા છે. હું તેમને પુછુ છું કે આવી એકતા એ સમયે કેમ ન બતાવી જ્યારે મજદૂરો, સ્ત્રીઓ, સ્ટંટમેનની સાથે અન્યાય થાય છે. આ પોતાના માનવ અધિકારોની વાત કરો છો, પરંતુ બીજાના માનવ અધિકારી માટે કંઈ નથી વિચારતા.
જણાવી દઈએ કે હાલમાં જ ૩૪ પ્રોડક્શન હાઉસ અને ૪ ફિલ્મ સંસ્થાઓએ દિલ્હી હાઈકોર્ટમાં બે ચેનલ અને ૪ પત્રકારોની વિરૂદ્ધ એક કેસ દાખલ કરી દીધો છે. જેમા આ લોકોને બોલિવૂડ વિશે અપશબ્દ કહેવા અને બદનામ ન કરવાની માગ કરવામાં આવી છે. આ ફરિયાદ દાખલ કરવામાં સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ, કરણ જોહર, રાકેશ રોશન, અનુષ્કા શર્મા અને આદિત્ય ચોપડા જેવા મોટા કલાકારો અને નિર્માતાઓની કંપનીઓ સામેલ છે.

Related posts

ફિલ્મ ’રાધે’નાં શૂટિંગનાં શ્રીગણેશ… સલમાને વિડીયો શેર કર્યો…

Charotar Sandesh

વીકી કૌશલ આજે ન્યુયોર્કમાં પોતાનો ૩૧મો બર્થ ડે મનાવશે

Charotar Sandesh

અજય દેવગણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર ખાસ તસવીર શેર કરી છે.

Charotar Sandesh