Charotar Sandesh
બોલિવૂડ

મુંબઈ : મહાનાયક અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો…

બિગ બી બાદ અભિષેક બચ્ચન પણ કોરોના પોઝિટિવ, અમિતાભે કહ્યું – છેલ્લા 10 દિવસમાં જે લોકો મને મળ્યા છે તે કોરોના ટેસ્ટ કરાવે…

મુંબઈ : સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ વૈશ્વિક કોરોના મહામારીથી બચી શક્યા નથી અને તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અમિતાભ બચ્ચને શનિવારે જાતે જ આ માહિતી રાત્રે 10.52 વાગ્યે ટ્વીટ કરીને આપી હતી. બિગ બીએ ટ્વીટ કર્યા બાદ તેમના પુત્ર અભિષેક બચ્ચને પણ એક કલાકના ગાળઆમાં એક ટ્વીટ કરીને જાણ કરી હતી કે પિતા બાદ આજે તેનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્નેને માઈલ્ડ સિમ્પ્ટમ્સ જણાયા છે અને અમે આ બાબતે તમામ સત્તાધીશોને વાકેફ કર્યા છે તેમજ અમારા સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. લોકો શાંતિ જાળવે અને ચિંતા ના કરે. ધન્યાવાદ.. સૂત્રોના મતે બચ્ચન પરિવારમાંથી અમિતાભના પત્ની જયા બચ્ચન, વહુ ઐશ્વર્યા રાય બચ્ચન તેમજ તેમના સ્ટાફ અને ઘરના તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે જેમના રિપોર્ટ હજુ આવવાના બાકી છે. આ અહેવાલને પગલે બચ્ચનના દેશ તેમજ દુનિયાના કોરોડો ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

Related posts

વરુણ-સારાની ‘Cooli No 1’ના પોસ્ટરમાં ખૂલ્યું રહસ્ય, ફિલ્મમાં જોવા મળશે માસ્ક..?

Charotar Sandesh

મારા પ્રોજેક્ટને નુકસાન ન કરે અને પોતાની સિરીઝનું નામ બદલી દે…

Charotar Sandesh

એ આર રહેમાને કાન્સ ફિલ્મ્સ ફેસ્ટવલમાં ઇફતાર પાર્ટી યોજી

Charotar Sandesh