Charotar Sandesh
ગુજરાત

મેં કોઈ ને રિવોલ્વર બતાવી નથી. મને બદનામ કરવામાં આવી રહ્યો છેઃ અલ્પેશ ઠાકોર

અમદાવાદ : અલ્પેશ ઠાકોર પર જમીન પચાવવાના આક્ષેપનો મામલે અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું હતુ જેમાં તેમણે જણાવ્યું હતુ કે મેં કોઈ જમીન પચાવી પાડી નથી જમીન પચાવી પાડ્યા હોવાના આક્ષેપો અલ્પેશ ઠાકોરે ફગાવ્યા હતા. અલ્પેશ ઠાકોરે પોતાના પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને ગેરકાયદે ઠેરવતા જણાવ્યું હતુ. મેં કોઈ ને રિવોલ્વર બતાવી નથી. મને બદનામ કરવામાં આવી રહ્યો છે. મારી સામેના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. અલ્પેશ ઠાકોર પર જમીન પચાવી પાડવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.
વિરમગામના સિતાપુરમાં ૩૭ વિઘા જમીન પચાવવાનો આક્ષેપ થયો છે. ધમકી આપી ૩૭ વિઘા જમીન પચાવ્યાનો આક્ષેપ થી રહ્યો છે. નવઘણજી ઠાકોર નામના શખ્સે આક્ષેપ લગાવ્યા છે. આ મુદ્દે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. નવઘણજીએ ઉમેર્યુ હતુ કે, હવે મારી પાસે કેસ લડવાના પણ પૈસા નથી. ધરમ કરતા ધાડ પડી છે. આ અંગનો લેટર નવઘણજી ઠાકોરે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. એટલું જ નહીં પરંતુ તેણે અલ્પેશ ઠાકોર પર આક્ષેપ કર્યો છે કે, અલ્પેશ ઠાકોર સમાજનો ઉપયોગ કરીને પૈસા હડપે છે તે બહુરૂપિયા છે.
મારા દાદાના નામે ૩૭ વિઘા જમીન હતી તે અલ્પેશ ઠાકોર અને તેમના પિતાને અમે અમારું નામ દાખલ કરવા જમીન આપી હતી. અને તેમને જ્યાં કહ્યું ત્યાં અમે સહી કરી દીધી અને હાલ બધી જમીન તેમના નામે થઇ ગઇ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હોવાનું પણ કહેવાઈ રહ્યુ છે. જો કે વીડિયોમાં નવઘણજીએ સ્પષ્ટ કહ્યુ છે કે, અલ્પેશ ઠાકોર ઠાકોર સમાજનું પ્રતિનિધત્વ કરવાને બહાને પોતાનું ઘર ભરે છે.

Related posts

કોરોના સંકટ વચ્ચે રૂપાણી સરકાર ૬૬ લાખ પરિવારોને ૧ હજારની મદદ કરશે…

Charotar Sandesh

નેશનલ ડિજિટલ હેલ્થ મિશન’માં પણ લીડ લેવા ગુજરાત સજ્જ : મુખ્યમંત્રી

Charotar Sandesh

શિક્ષકો સામે રૂપાણી સરકાર ઝૂકી : ૨૪૦૦ ગ્રેડ-પે કરવાનો પરિપત્ર રદ્દ…

Charotar Sandesh