Charotar Sandesh
બોલિવૂડ

મે ક્યારેય પ્રોડ્યુસર પાસે જઈને કામ નથી માંગ્યું : સોનાક્ષી સિન્હા

મુંબઈ : સોનાક્ષી સિન્હાનું બોલિવૂડ કરિયર જોવામાં આવે તો દબંગ સીરિઝ સિવાય તેની બીજી પણ ઘણી ફિલ્મો હિટ રહી છે. પરંતુ હાલમાં તે બોક્સ ઓફિસ પર ૧૫૦૦ કરોડના ક્લબમાં સામેલ થનારી એકમાત્ર અભિનેત્રી છે. તેની મિશન મંગલ પણ ભારે હિટ ફિલ્મ છે.

સોનાક્ષીએ છેલ્લા એક દશકમાં લગભગ ૨૦ ફિલ્મો કરી છે. પોતાની સફળતા પર સોનાક્ષીએ કહ્યું કે, અહીં દોસ્ત બને છે અને પછી ચાલ્યાં જાય છે. કરગરીને કામ મેળવવામાં મને રસ નથી. હું ક્યારેય કોઈ પ્રોડ્યુસર પાસે જઈને એવું નથી બોલી કે, મને કામ આપો. મે હંમેશા સારા કામ પર વિશ્વાસ રાખ્યો છે અને કામ મારી પાસે છે. આગળ વાત કરતાં સોનાક્ષી બોલી કે, હું મારા નિયમ પર કાયમ રહી છું. હું મારા કામથી ખુબ ખુશ છું અને કરિયર પર ફોકસ કરી રહી છું.

Related posts

વિકી કૌશલ થયો કોરોનાવાઈરસથી મુક્ત, ફોટો શેર કરી લખ્યું, ‘નેગેટિવ’

Charotar Sandesh

સુશાંતની પુણ્યતિથિ પર ચાહકો થયા ઇમોશનલ, કહ્યું- અમને તમારી યાદ આવે છે…

Charotar Sandesh

ફિલ્મ ચેહરેમાં અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક જાહેર

Charotar Sandesh