Charotar Sandesh
ઈન્ડિયા

મોદીએ સાબિત કરી બતાવ્યુ કે, કોરોના સામે લડાઇ કેવી રીતે લડાય : નડ્ડા

મોદી ૨.૦ને એક વર્ષ પૂર્ણ, ભાજપ અધ્યક્ષે સરકારની સિદ્ધિઓ ગણાવી

મોદીજીના બીજા કાર્યકાળમાં ઈચ્છા શક્તિવાળા નિર્ણય લેવાયા, અનુચ્છેદ ૩૭૦ હટાવવો મહત્વનો નિર્ણય, CAAથી બાંગ્લાદેશ જેવા દેશોમાંથી આવેલા લોકોને ન્યાય મળ્યો

ન્યુ દિલ્હી : મોદી સરકારના બીજા કાર્યકાળને શનિવારે એક વર્ષ પુરુ થયું છે.આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની સિદ્ધી ગણાવી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં સરકારે અનુચ્છેદ ૩૭૦ હટાવ્યો અને ત્રણ તલાક પ્રથા નાબૂદ જેવા કાયદા બનાવીને ઘણા ઐતિહાસિક નિર્ણયો કર્યા છે. કોરોના મહામારી સામેની સંપૂર્ણ લડાઈ કેવી રીતે લડાય એ મોદીએ સાબિત કરીને બતાવ્યું છે.

સરકારે સૌથી પહેલા ૧.૭૦ લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું. ૮૦ કરોડ લોકોના રાશનની વ્યવસ્થા કરી. ૨૦ કરોડ બહેનોના જનધન ખાતામાં ૫૦૦-૫૦૦ રૂપિયા ત્રણ મહિના નાંખવાનો પ્રયાસ કર્યો.વૃદ્ધોના ખાતમાં ૧૦૦૦-૧૦૦૦ કરોડ રૂપિયા આપવાનો પ્રયાસ કર્યો. મનરેગા હેઠળ મજૂરી અને રકમની ફાળવણી વધારી.

વડાપ્રધાને ૨૦ લાખ કરોડ રૂરિયાના પેકેજની જાહેરાત કરી. જેના વિશે નાણામંત્રી નિર્મલા સીતારામણે જણાવ્યું હતું. જેના દ્વારા દરેક સેક્ટરને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. કોરોનાની લડાઈ સાથે તેને હોલિસ્ટિક રીતે કેવી રીતે લડી શકાય એ મોદીજીએ તેમના નેતૃત્વ ક્ષમતામાં બતાવ્યું. દેશને ધન્યવાદ આપવા માંગીશ કે વડાપ્રધાન એક એક અપીલને સાંભળી રહ્યા છે.

મોદીજીના બીજા કાર્યકાળના પહેલા વર્ષમાં ઘણી ઈચ્છાશક્તિવાળા નિર્ણય લેવાયા હતા. અનુચ્છેદ ૩૭૦ હટાવવો દેશની એકતા અને અખંડતા માટે મહત્વપૂર્ણ નિર્ણય હતો. આ નિર્ણયોના સૂત્રોધાર ગૃહમંત્રી અમિત શાહ બન્યા હતા. અનુચ્છેદને હટાવવાથી જમ્મુ-કાશ્મીરની જનતા મુખ્યધારામાં સામેલ થઈ ગઈ છે. જે દલિતો સાથે અન્યાય થઈ રહ્યો હતો. તેમને ન્યાય મળી રહ્યો છે. મહિલાઓને સંપત્તિ સાથે જોડાયેલા અધિકાર મળી રહ્યા છે. મોદીજી ત્રણ તલાકને ખતમ કરવા માટે કાયદો લઈને આવ્યા છે.

CAA દ્વારા પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશમાંથી આવેલા લોકોને ન્યાય મળ્યો છે. આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોક્સોનો નિર્ણય સાહસિક હતો. જેમાં મોતની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
બોડોલેન્ડની સમસ્યા લાંબા સમયથી હતી, તેનું સમાધાન કરવામાં આવ્યું. ઓછામાં ઓછા સમયમાં નાના મોટા ઘણા નિર્ણયો કરવામાં આવ્યા જેનાથી દેશ મોદીજીના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે.

Related posts

કલમ-૩૭૦ હટાવવાથી કાશ્મીરમાં આતંકવાદનો સફાયો થશે : અમિત શાહ

Charotar Sandesh

દિલ્હીના પ્રદૂષણથી લોકો ઘરમાં પણ માસ્ક પહેરે છે : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh

પ્રમોશન દરમિયાન આલિયાએ વરુણના સ્થાને રણબીર કપૂર બોલી નાખ્યું

Charotar Sandesh