Charotar Sandesh
ઈન્ડિયા

મોદી માટે ખેડૂતો ખાલિસ્તાની, શ્રીમંતો દોસ્ત : રાહુલ ગાંધી

સરકાર ખેડૂતો માટે કશું કરવા તૈયાર નથી…

ન્યુ દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરતાં એવો આક્ષેપ કર્યો હતો કે મોદીને ખેડૂતો ખાલિસ્તાની આતંકવાદી જેવા લાગતા હતા અને શ્રીમંત ઉદ્યોગપતિઓ દોસ્ત જેવા લાગતા હતા.
કેન્દ્ર સરકાર પોતાના ઉદ્યોગપતિ દોસ્તોને સાચવવા ખેડૂતોની સરિયામ ઉપેક્ષઆ કરી રહી હતી એમ પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું.
તેમણે કહ્યું કે સમાજનો જે કોઇ વર્ગ પોતાના હિત માટે આંદોલન કરે એને સરકાર દેશદ્રોહી અને ખાલિસ્તાની ગણાવી દે છે. સરકારને ખેડૂતોનં હિતની જરાય પરવા નથી.
રાહુલે ટ્‌વીટર પર કહ્યું હતું દેખાવો કરનારા વિદ્યાર્થીઓ પણ સરકારને દેશદ્રોહી લાગ્યા હતા. હવે ખેડૂતોને પણ ખાલિસ્તાની અને આતંકવાદી ગણાવીને સરકાર તેમના અવાજને દબાવી દેવાના પ્રયાસો કરી રહી હતી. અમે આવું નહીં થવા દઇએ. ખેડૂતોનું હિત અમારે હૈયે વસેલું છે.
રાહુલે વધુમાં લખ્યું હતું કે કોરોના કાળમાં સરકારે વીસ લાખ રૂપિયાનું જે પેકેજ આપવાની વાત કરી હતી એનો પણ યોગ્ય અમલ થયો નથી.

Related posts

ચૂંટણી પંચ ભાજપ સેલની જેમ કામ કરી છે ઃ તેજસ્વી યાદવ

Charotar Sandesh

ભારતમાં કોરોનાનું નવું રૂપ, બ્રિટન અને બ્રાઝિલથી આવેલા લોકોમાં B.1.1.28.2 સ્ટ્રેન જોવા મળ્યો…

Charotar Sandesh

રૂપાણીજી ૧૯૧ કરોડના વિમાનના બદલે મહિલાઓને બસોમાં મફ્ત યાત્રા કરાવતા…

Charotar Sandesh