Charotar Sandesh
ઈન્ડિયા

મોદી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પૂર્ણ : વડાપ્રધાને દેશવાસીઓને લખ્યો પત્ર…

દેશ કોરોના સામેની જંગ જીતીને જ રહેશેઃ મોદીનો દ્દઢ વિશ્વાસ…

કોરોના જંગમાં ભારતે દુનિયાની વિચારસરણી બદલી,ધૈર્ય બનાવી રાખો, સામૂહિક પ્રયાસોથી જીત મળશે,હવે આપણે આપણા પગ પર ઉભા રહેવું જ પડશે,કોરોના સામેના યુદ્ધની માફક ૧૩૦ કરોડ ભારતીયો આર્થિક ક્ષેત્રે પણ પોતાના સામર્થ્યથી વિશ્વને અચંબિત અને પ્રેરિત કરે…

ન્યુ દિલ્હી : કોરોનાથી આખો દેશ લાંબી જંગ લડી રહ્યો છે. આ બધાની વચ્ચે ૨૯મી મેના રોજ મોદી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પૂરું થયું. પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને લખેલા પત્રમાં કોરોનાની વિરૂદ્ધની લડાઇમાં એકજૂથતા અને દ્રઢ નિશ્ચયના જોરદાર વખાણ કર્યા છે. પીએમ પત્રમાં લખ્યું છે કે અત્યંત કષ્ટ ઉઠાવવા છતાંય દેશવાસીઓના મહાન પ્રયાસથી એ સુનિશ્ચિત થયું કે અસુવિધા એક તબાહીમાં બદલાઇ ના જાય.
પીએમ મોદીએ લખ્યું, ‘તમે સાબિત કર્યું છે કે ભારતીયોની સામૂહિક શક્તિ અને તાકાત વિશ્વના અન્ય શક્તિશાળી અને સમૃદ્ધ દેશો કરતાં ઘણી આગળ છે. આટલા મોટા સંકટ સમયમાં એવો બિલકુલ દાવો કરી શકાય નહીં કે કોઈને અસુવિધા કે પરેશાની ના થઇ હોય. નાના ઉદ્યોગોમાં કામ કરતા આપણા કામદારો, પ્રવાસી મજૂરો, મિસ્ત્રી અને કામદારોની સાથે જ હૉકર્સ અને અન્ય દેશવાસીઓને અસાધારણ વેદના સહન કરવી પડી છે. ‘

પીએમ મોદીએ તેમની સરકારની કામગીરીની વિસ્તૃત માહિતી પણ આપી છે. તેમણે કહ્યું, ‘રાષ્ટ્રીય હિતમાં લેવામાં આવેલા ઐતિહાસિક પગલાં અને નિર્ણયો વિશે આ પત્રમાં માહિતી આપવું બહુ વધારે થશે. પરંતુ હું એ ચોક્કસ કહી શકું છું કે આ વર્ષના દરેક દિવસે મારી સરકારે ચોવીસ કલાક પૂરી તાકાત અને જોશની સાથે નિર્ણયોને લાગૂ કર્યા છે.
પીએમ મોદીએ સર્જિકલ અને એર સ્ટ્રાઇક જેવા પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે સુપ્રીમ કોર્ટના રામ મંદિર અને નાગરિકતા સંશોધન કાયદાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું કે રામ મંદિર અંગેના સર્વાનુમતે ચુકાદાને લીધે સદીઓથી ચાલી રહેલી ચર્ચાનું સૌહાર્દપૂર્ણ સમાપન થયું છે. ટ્રિપલ તલાકને બર્બર પ્રથા ગણાવી પીએમ એ એમ પણ કહ્યું હતું કે ગયા વર્ષે તે ગેરકાયદેસર હતું. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ની જોગવાઈઓને હટાવા અંગે પત્રમાં કહ્યું કે “આનાથી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના મજબૂત થઈ છે”.

પીએમ મોદીએ પત્રમાં કહ્યું કે લોકોએ તેમને સતત બીજી વાર એટલા માટે તક આપી કે જનતા પ્રથમ દાવમાં કરવામાં આવેલા કામોને મજબૂતીનો આધાર આપવા માંગતી હતી. પીએમએ લખ્યું કે, ‘૨૦૧૪ અને ૨૦૧૯ ની વચ્ચે ભારતમાં ઝડપથી વિકાસ થયો છે. ગરીબોના ઉત્થાનનું કામ કરવામાં આવ્યું છે. દેશે આર્થિક સમાવેશના રૂપમાં મફત ગેસ, વીજળી જોડાણ, સંપૂર્ણ સ્વચ્છતા ઉપરાંત દરેકને ઘર પૂરું પાડવાની દિશામાં કામ થયું છે.
પીએમએ લખ્યું કે ભારતે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઇક દ્વારા પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. પીએમ મોદીએ કહ્યું છે કે આની સાથે વન રેન્ક વન પેન્શન (ઓઆરઓપી), વન નેશન વન ટેક્સ (જીએસટી) અને ખેડૂતો માટે વાજબી ટેકાના ભાવ જેવી પેન્ડિંગ માંગણીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે.

૨૦૧૯ ની ચૂંટણીનો ઉલ્લેખ કરતા વડા પ્રધાને કહ્યું કે, ‘૨૦૧૯ માં ભારતની જનતાએ માત્ર સ્થિરતા માટે મત આપ્યો ન હતો. દેશવાસીઓએ ભારતને નવી ઉંચાઇ પર લઈ જવાના સપના સાથે ભારતને વૈશ્વિક નેતા બનાવવા માટે પણ મત આપ્યો.
કોરોના વિરુદ્ધ ભારતનાં જંગનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું કે એકબાજુ જ્યાં મોટા આર્થિક સંસાધનો અને કાર્યક્ષમ હેલ્થકેર સિસ્ટમવાળી તાકાતો હતી, તો બીજી તરફ આપણા દેશમાં મોટી વસતી અને મર્યાદિત સંસાધનની મુશ્કેલીઓ હતી. ઘણા બધા લોકોને ડર હતો કે એકવકત કોરોનાની ઝપટમાં આવ્યા બાદ ભારત દુનિયા માટે સમસ્યા બની જશે. પરંતુ તમે દુનિયાની આ વિચારસરણીને બદલી નાંખી.

પીએમ મોદીએ કહ્યું, ‘આપણે એ વાતનું ધ્યાન રાખવું પડશે જે અસુવિધા આપણે ઝીલી રહ્યા છીએ, તે કોઈ આપત્તિમાં ન ફેરવાય. તેથી દરેક ભારતીય માટે નિયમો અને માર્ગદર્શિકાનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશ એ અત્યાર સુધી ધૈર્ય બતાવ્યું છે અને તેને આગળ પણ જાળવી રાખવું જોઈએ. આ સૌથી મોટું કારણ છે કે ભારત આજે બીજા ઘણા દેશો કરતા વધુ સુરક્ષિત છે. તે એક લાંબી લડાઇ છે પરંતુ આપણે વિજયના માર્ગ પર આગળ વધવાનું શરૂ કર્યું છે અને આ વિજય આપણા સામૂહિક પ્રયાસોથી પ્રાપ્ત થશે.

Related posts

પેટ્રોલીયમ પ્રોડકટ પર ટેક્ષથી સરકારને ૪.૫૧ લાખ કરોડની કમાણી : RTIમાં સનસનીખેજ ખુલાસો…

Charotar Sandesh

૫ કરોડ આપો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા તૈયાર છું : યુવકને જેલ ભેગો કરી દેવાયો…

Charotar Sandesh

નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં જમ્મુ કાશ્મીરમાં અલગ-અલગ સ્થળોએ ૮ આતંકવાદીઓ માર્યા ગયા

Charotar Sandesh